તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Wednesday, 15th October 2025
જલારામ જન્મોત્સવની ઝાલર રણઝણશેઃ કાલે કાર્યાલય ઉદ્ઘાટન
દર્શન આપો, દુઃખડા કાર્યા, વીરપુરના જલિયાણજી...રાજકોટ પાવન કરવા આવો વીરપુરના જલિયાણજી : તા. ર૯મીએ શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદઃ કાલે કાર્યાલય શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આયોજક સમિતિનું સૌને નિમંત્રણ

રાજકોટ તા. ૧પઃ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા તા. ર૯ ઓકટોબર બુધવારે સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થનાર છે તે નિમિતે ઉજવણીનું કાર્યાલય ઉદ્ઘાટન અને ભજિયા પ્રસાદ આવતીકાલે તા. ૧૬ ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે કેસરિયા લોહાણા મહાજન વાડી, કરણપરા ચોક ખાતે રાખેલ છે. જેમાં ઉપસ્થિત રહેવા સૌ ભકતોને આયોજક સમિતિએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
પૂ. શ્રી જલારામ બાપાની ‘‘શોભાયાત્રા'' અંતર્ગત ‘‘જલારામ જન્મોત્સવ સમિતિ''ના કાર્યાલયનો પ્રારંભ કાલે તા. ૧૬ ગુરૂવારે રાત્રે કરવામાં આવશે. શ્રી જલારામ બાપાની રર૬મી જન્મ જયંતિ નીમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરાયું છ. તમામ જલારામ ભકતોએ ગુરૂવારે રાત્રે ૯-૦૦ કલાકે કરણપરા લોહાણા મહાજન વાડી ખાતે ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટનું જાહેર આમંત્રણ છે.
કારતક સુદ સાતમ તા. ર૯-૧૧-ર૦રપ બુધવારે શ્રી જલારામ બાપાની રર૬મી જન્મ જયંતિ આવી રહી છે જે અનુસંધાને શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. શોભાયાત્રા સાથે મહાઆરતી-મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. શ્રી જલારામ બાપાની રર૬મી જન્મ જયંતિ અનુસંધાને-શોભાયાત્રાની તૈયારીઓ કરવા માટે ‘‘શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ''ના ‘‘કાર્યાલય''નો પ્રારંભ તા. ૧૬ ગુરુવારે રાત્રે ૯-૦૦ કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજન વાડી રાજકોટ ખાતે રાજકોટ લોહાણા મહાજન રઘુવંશીની વિવિધ સંસ્થાઓ, જલારામ જન્મોત્સવ સમિતિના જલારામ ભકતોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા તમામ જલારામ ભકતોને કાલે ગુરૂવારે રાત્રે ૯-૦૦ કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે સંકલન સમિતિની બેઠક પણ યોજાશે જેમાં શોભાયાત્રા અનુસંધાને રજીસ્ટ્રેશન તથા સંકલન કરવામાં આવશે. તમામ જલારામ ભકતો માટે કાર્યક્રમ બાદ ભજીયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
(2:53 PM IST)










