News of Monday, 13th October 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સિંદૂરોત્સવ યુવક મહોત્સવનો પ્રારંભ
કલા-સાહિત્ય અને સાંસ્કૃતિકની ૩૩ સ્પર્ધામાં ૧૮પ૯ સ્પર્ધકો કૌશલ્ય ઝળકાવશે : યુવક મહોત્સવની વ્યવસ્થા માટે ૧૬ કમિટીની રચના

રાજકોટ, તા. ૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કળત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું સુષ્ટિ આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૩ મો યુવક મહોત્સવ સિંદૂરોત્સવનો પ્રારંભ થયો છે. તા. ૧૩,૧૪ અને ૧૫ ઓકટોબર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર પ૩ મા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૮૮ કોલેજોના કુલ ૧૮૫૯ સ્પર્ધકો કલા, સાંસ્કળતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી ૩૩ ઈવેન્ટસ માં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા યુવક મહોત્સવ ‘‘સિંદૂરોત્સવ''નું ઉદઘાટન તા. ૧૩ ને સોમવારના ૧૧ કલાકે કેબીનેટકક્ષાના પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષઁ તરીકે રાજયસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા તથા લોકસભાના સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે.
(11:22 AM IST)










