તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th October 2025
જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક : શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ
હડકાયા શ્વાને 10 થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાની વિગત સામે આવી

રાજકોટના જેતપુરમાં આવેલ ડેડરવા ગામે રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. હડકાયા શ્વાને 10 થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાની વિગત સામે આવી છે. શ્વાને બચકાં ભરતા ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. બાળકો સહિતના લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાની માહિતી સામે આવી છે. હડકાયા શ્વાનને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ ઉઠી છે.
(4:46 PM IST)










