<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

સદ્દગુરૂ આશ્રમે લઘુરામ યજ્ઞ

 પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ દ્વારા ચારેય દિશાઓમાંથી ભારત દેશનું રક્ષણ થાય તે નિમિતે ૧૫૩ કરોડ ‘રામ રામ' મહામંત્રના જપયજ્ઞનું આયોજન કરાયુ હતુ. જેમાં દેશ વિદેશમાંથી ધર્મપ્રેમી ભાઇ બહેનોએ જોડાઇ ગુરૂદેવના સંકલ્‍પની પૂર્તી કરી હતી. ૧૬૮ કરોડ, ૪૧ લાખ, ૨૯ હજાર, ૬૭૧ જાપ  સાથે આ લઘુરામયજ્ઞ સંપન્ન કરાયો હતો. શાષાોકત વિધિ વિધાન સાથે યોજાયેલ આ યજ્ઞ દરમિયાન ભારત દેશના ઉત્‍થાન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જાપ કરેલા દરેક ભાઇ બહેનોને ગુરૂદેવનાં રામનામ મહિમા વર્ણવતા સ્‍લોગન સાથેના ફોટાઓ આપી સન્‍માન કરવામાં આવેલ. સાથો સાથે દેશના ઉજવળ ભવિષ્‍ય માટે ૧૦૮ રામરક્ષા પાઠ કરાયા હતા. લઘુરામ યજ્ઞ સમયની તસ્‍વીરો અહીં નિહાળી શકાય છે. (૧૬.૫)

(2:08 PM IST)