News of Friday, 10th October 2025
રૂડા-૨ વિસ્તારમાં ૩૮ વર્ષથી શરત ભંગઃ કુલ ૬ કેસો અંગે કલેકટરની કાર્યવાહીઃ ૩ii લાખનો દંડ

રાજકોટ તા.૧૦: જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ધડાધડ કેસો ચલાવી અનેક આસામીઓ સામે વધુ એક વખત લાલ આંખ કરી છે?કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિગમાં કુલ ૬ જેટલા આસામીઓ દ્વારા જમીનની મૂળભૂત શરતોનો ભંગ થયેલો માલુમ પડ્યો છે. આ શરતભંગ બદલ તમામ આસામીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂ. ૩,૬૯,૨૦૦/- (ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર બસ્સો) નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ૬ કેસમાં કુલ ૯૨૭૦.૪૪ ચોરસ મીટર (ચો.મી.) જેટલી જમીનનો શરતભંગ થયો છે. આ તમામ કેસમાં જમીનનો મૂળભૂત હેતુ રહેણાંકનો હતો, પરંતુ તેનો ઉપયોગ બિનઅધિકૃત રીતે વાણિજ્યિક (કોમર્શિયલ) હેતુ માટે કરવામાં આવી રહ્યો હતો.
લાખા (કોટડાસાંગાણી) ખાતેના એક કેસમાં સૌથી વધુ ૭૫૬૨ ચો.મી. જમીન પર શરતભંગ થયો હતો, જેના બદલ સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. એક અન્ય કેસમાં, રૂડા-૨ (રાજકોટ શહેર પヘમિ) વિસ્તારમાં છેલ્લા ૩૮ વર્ષથી શરતભંગ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
(2:14 PM IST)










