<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ખોડીયારપરાના ઇલ્‍યાસ ધુંધાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

નજીકની દુકાનવાળા હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ ખોડીયારપરા આરઝુ પાન નામની દૂકાન પાસે રહેતાં ઇલ્‍યાસભાઇ દાદુભાઇ ધુંધા (ઉ.વ.૩૩) નામના યુવાને પોલીસ કમિશનર કચરેી પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઇલ્‍યાસભાઇ દુકાન ચલાવે છે અને તેણે આક્ષેપ કર્યો છે કે તેની દુકાનની નજીકમાં કરીયાણાવાળાની દૂકાન છે એ લોકો ઘણા સમયથી હેરાન કરે છે. આ અગે પોતે અવાર-નવાર રજૂઆત કરે છે પણ કાર્યવાહી થતી ન હોઇ આ પગલુ ભર્યુ હતું. તેણે ફિનાઇલ પીતાં પહેલા એક વિડીયો પણ બનાવ્‍યો હતો. જેમાં પાછળ ડો. બાબાસાહેબ  આંબેડકરજીની પ્રતિમા જોવા મળી રહી છે. ખરેખર યુવાને કઇ જગ્‍યાએ આ પગલુ ભર્યુ? તેની તપાસ થઇ રહી છે. (૧૪.૧૨)

(4:19 PM IST)