News of Wednesday, 8th October 2025
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવારજનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એમ. એમ. સરવૈયા અને ટીમનું આયોજનઃ દરેક રોગના નિષ્ણાંત તબિબોએ સેવા આપી

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતુંઉ જેમાં અલગ અલગ રોગના નિષ્ણાંતો તબિબો-તજજ્ઞોએ હાજર રહી સેવા આપી હતી. ૮૪ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પરિવારજનોના બ્લડ સેમ્પલ લઇ, ઇસીજી તેમજ બ્લડપ્રેશર સુગર, પલ્સ રેટની ચકાસણી કરી જરૂર જણાય તેને સારવાર દવા આપી યોગ્ય નીદાન કરાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધવજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં શ્રીઅમૃતમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.
(2:39 PM IST)










