<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ડાયરાની ડેલીઃ ૧૦મીએ લોકસાહિત્‍યને ઉજાગર કરતો કાર્યક્રમઃ ૧૫ કલાકારો પોતાની કલા પીરસશે

આવો, સૌરાષ્‍ટ્રની મીઠી સુંગધ અને સંસ્‍કૃતિનો આનંદ માણો-‘‘આવશો તો ગમશે''

રાજકોટઃ કલાકુટુંબ ઇવેન્‍ટસ દ્વારા આગામી ૧૦મીના ડાયરાની ડેલી શિર્ષક હેઠળ લોકસાહિત્‍યને જાગૃત કરતા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના ૧૫ કલાકારો  દ્વારા લોકસાહિત્‍ય, લોકસંગીત, વાચીકમ, કાવ્‍યકકો રજૂ કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્રની ધરોહર અને સાહિત્‍યનો જીવંત ઉજવણી કાર્યક્રમ સૌરાષ્‍ટ્રની સંસ્‍કૃતિ, સાહિત્‍ય અને સાહિત્‍યકારોને સમર્પિત અનોખી સાંસ્‍કૃતિક સાંજ-ડાયરાની ડેલીમાં પ્રતિભાશાળી કલાકારો દ્વારા કવિ ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ તથા અન્‍ય સૌરાષ્‍ટ્રના કવિઓની વાર્તાઓ અને કાવ્‍યોનું મંચન થશે. આ કાર્યક્રમના હેતુ નવી પેઢીને સૌરાષ્‍ટ્રની સમૃદ્ધ ધરોહર સાથે જોડવાનો હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમ તા.૧૦ ઓકટોબર, શુક્રવાર સમય રાત્રે, ૮ થી ૧૧:૩૦ કેફેનીટી કાફે એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ અટલ સરોવર પાસે, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ. પાસની કિંમત રૂા. ૨૯૯ અને રૂા. ૧૯૯ રાખેલ છે. પ્રવેશ પાસ માટે સંપર્ક કરોઃ ધવલ વ્‍યાસ ૯૧૫૭૧૦૧૭૫૭. આવો સૌરાષ્‍ટ્રની મીઠી સુંગધ અને સંસ્‍કૃતિનો આનંદ માણો ‘‘આવશો તો ગમશે''

તસ્‍વીરમાં ધવલ વ્‍યાસ અને કપિલ કઢી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૧૮)

(10:38 AM IST)