<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સરગમી પંચામૃત સાંસ્‍કૃતિક મહોત્‍સવઃ જાગો હિન્‍દુસ્‍તાન કાર્યક્રમની જમાવટ

રાજકોટઃ સરગમ કલબ દ્વારા પંચામૃત સાંસ્‍કૃતિક મહોત્‍સવ અંતર્ગત જાગો હિન્‍દુસ્‍તાની મ્‍યુઝીકલ નાઈટે જમાવટ કરી દીધી હતી.

સરગમ કલબ, ક્‍લાસિક નેટવર્ક પ્રા.લી. અને સન ફોર્જના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ કોલ્‍હાપુરથી આવેલા કલાકારોએ જાગો હિન્‍દુસ્‍તાનીની થીમ ઉપર દેશભક્‍તિના ગીતોનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉપરાંત આ કલાકારોએ ભારતને આઝાદી કેવી રીતે મળી અને આઝાદીની લડાઈમાં કયા કયા લડવૈયાઓ સામેલ થયા હતા તેનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું હતું.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળાએ કર્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે.શૈલેષભાઈ પાબારી, પ્રેમકુમાર અગ્રવાલ, કે.કે. જૈન, તેજસભાઈ ભટ્ટી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન અને સ્‍વાગત પ્રવચન ગુણવંતભાઈ ડેલાવાળા એ કરેલ આભાર વિધી સરગમ ક્‍લબ ના પ્રમુખ નીલુબેન મહેતા એ કરેલ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, જયસુખભાઇ ડાભી, રાજેન્‍દ્રભઇ શેઠ, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, ભરતભાઇ સોલંકી, ધનશ્‍યામભાઈ પરસાણા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્‍યાસ વગેરે જહેમત ઉઠાવેલ.

(4:07 PM IST)