<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

યોગી નિકેતન પ્લોટમાં ભુગર્ભની કુંડીઓ છલકાતા ગંદકીનું કમઠાણ : નિંદ્રાધીન તંત્ર સામે રોષ

રાજકોટ : વોર્ડ નં. ૮માં નિર્મલા સ્કુલ રોડ પર આવેલ યોગીનિકેતન પ્લોટ મેઇન રોડ પર ભુગર્ભ ગટરની કુંડીઓ છલકાતા માર્ગો ઉપર ગંદકીની રેલમ છેલ જામી છે. આ રોડ ઉપર ૭ થી ૮ જગ્યાએ કુંડીઓના ગંદા પાણી છલકાયા છે. આ અંગે મહાપાલીકાના તંત્રને ફરીયાદ પણ કરવામાં આવી છે. તેમ છતા આજ સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. રોગચાળો પ્રસરે તે પહેલા યોગી નિકેતન પ્લોટની આ ગંદકીની સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી આ રોડ પરના રહેવાસીઓએ માંગણી ઉઠાવી છે. તસ્વીરમાં ભુગર્ભ ગટરની કુંડીઓ છલકાવાથી રોડ ઉપર સર્જાયેલ કમઠાણ નજરે પડે છે. 

(3:44 PM IST)