<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પ્રજાપતિ ફેમિલી કલબનો બુધવારે ઉદ્દઘાટન સમારોહ

સમસ્ત પ્રજાપતિ સમાજને મનોરંજનના સાગરમાં ધૂબાકા મરાવવા અને જ્ઞાતિ એકતા પ્રસરાવવાના હેતુથી મંગલારંભ પ્રસંગે જ હેમુ ગઢવી હોલ ખાતે સંગીત, નૃત્ય અને હાસ્ય રસનો કાર્યક્રમ : સભ્ય નોંધણી ચાલુ

રાજકોટ તા. ૬ : પ્રજાપતિ સમાજને મનોરંજન કરાવવા પહેલ કરી રહેલ નવયુવાનો દ્વારા આગામી તા.૮ ઓકટોબરથી 'પ્રજાપતિ ફેમીલી કલબ'નો પ્રારંભ કરવા મનસુબો જાહેર કરાયો છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના સ્થાપક આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ કલબનો હેતુ સમાજમાં એકતા લાવવા સાથે મનોરંજન પીરસવાનો છે. વર્ષ દરમિયાન સામાજીક, સાંસ્કૃતિક અને મનોરંજન સહીત૬ જેટલા વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ પ્રજાપતિ ફેમીલી કલબનો મંગલ ઉદ્દઘાટન સમારોહ તા. ૮ ના બુધવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજેલ છે. જેમાં દિપક જોષી, જયેશ દવે, પરાગ અમર, તેજશ શીશાંગીયા સહીત ૪૨ થી વધુ કલાકારો દ્વારા આર.ડી. ગ્રુપના સહયોગથી 'હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ' શીર્ષક હેઠળ સંગીત, નૃત્ય, હાસ્ય સભર કાર્યક્રમ રજુ થશે.

હાલમાં કલબમાં સભ્ય નોંધણી શરૃ કરી દેવામાં આવી છે. આયોજકો દ્વારા ૩૫૦ થી ૪૦૦ પરિવારોને જોડવા લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. કલબમાં જોડાવા માટે રવિ પ્રજાપતિ મો.૯૯૦૯૧ ૦૯૫૨૦, અજય વાડોલીયા મો.૮૦૦૦૦ ૬૪૬૪૬, બ્રિજેશ નેના મો.૯૯૯૮૭ ૬૫૧૦૮, જય નડીયાપરા મો.૯૯૭૮૮૧૮૮૮૩ અને પુનિત ધોકિયા મો.૮૯૮૦૩ ૫૪૮૦૩ નો સંપર્ક કરવા જણાવાયુ છે. વધુ માહિતી માટે કલબના નં. ૮૪૮૮૦ ૮૮૭૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રજાપતિ ફેમિલી કલબના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(3:43 PM IST)