તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કાલે ત્રિવિધ સમારોહ
વાલ્મિકી જયંતિ નિમિતે ફુલહાર -મહાઆરતી-સંતવાણી : કબીર આશ્રમે અન્નક્ષેત્રનું ઉદ્દઘાટન અને રાત્રે અર્વાચીન રાસોત્સવ

રાજકોટ તા. ૬ : સમસ્ત વાલ્મિકી સમાજ રાજકોટ દ્વારા કાલે તા. ૭ ના શરદ પૂનમના મંગળવારે આદિઋષિ વાલ્મિકી જયંતિની ભાવસભર ઉજવણી કરાશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલ્મિકી સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા વર્ષમાં મહત્વના ત્રણ કાર્યક્રમો યોજી કાર્યક્રમનો ત્રિવેણી સંગમ યોજવામાં આવે છે.
જે મુજબ કાલે તા. ૭ ના મંગળવારે આદિ ઋષિની પ્રતિમા સ્થળે સવારે ૯ થી ૧૧ મહાઆરતી, હોમયજ્ઞ થશે. ભજન સંતવાણી અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજકીય મહાનુભાવો, સમાજના ગાદીપતિઓ ઉપરાંત વાલ્મીકી સમાજની કમીટીના પંચ પટેલો, સલાહકાર સમિતિના સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, કારોબારી કમીટી સફાઇ કામદારો, વોર્ડ પ્રતિનિધિઓ, યુનિયન અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આજ દિવસે સાંજે ૭ કલાકે સતગુરૂ શ્રી કબીર સાહેબ આશ્રમ નારણકા જયાં સનાતન ધર્મના પદ દેવી દેવતાઓ તથા સંત પુરૂષોની મુર્તિઓની પ્રતિષ્ઠા કરાઇ છે ત્યાં પ્રેમ વંશ સતગુરૂ શ્રી જગદીશ સાહેબ (કોટડા સાંગાણી)ના આશીર્વાદથી ચમનભાઇ પરમાર (મેંગણીવાળા) અને સતગુરૂ કબીર આશ્રમના ગાદીપતિ પૂ. શ્રી મણી દીપદાસજી બાપુ દ્વારા અખંડ ભોજન - અન્નક્ષેત્રનું ઉદ્દઘાટન કરાશે.
રાત્રે ૮ વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે વાલ્મીકી યુવા સંગઠનના ગૌતમભાઇ ચૌહાણ, દશરથભાઇ પુરબીયા તથા ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન મેદાન ખાતે વાલ્મિકી સમાજના ભાઇ બહેનો માટે અર્વાચીન દાંડીયા રાસનું આયોજન કરાયુ છે.
આ ત્રણેય કાર્યક્રમોમાં વાલ્મિકી સમાજના તમામ લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહેવા વાલ્મિકી સમાજ સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલ્મિકી સમાજ સમિતિના મુકેશભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, જયશ્રીબેન પરમાર, યતિન વાઘેલા, ગૌતમ ચૌહાણ, કપિલ વાઘેલા, રામ પરમાર, દશરથ પુરબીયા, કીરીટ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, દિનેશ ગોહેલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૬)
(3:40 PM IST)










