તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
રાજકોટની શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા વાંસદામાં નવી શાખાનો શુભારંભઃ પ્રથમ દિવસે જ ૯૮ દર્દીઓને આંખની નવી રોશની
હોસ્પિટલમાં દદરોજ ૨૫૦ થી ૩૦૦ દર્દીઓના ઓપરેશન કરવાની ક્ષમતાઃ દર્દીઓ માટે રહેવા, જમવા, સહિતની સુવિધાઓ

રાજકોટઃ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા નવી શાખાનો ગરીબ આદિવાસી લોકોના મફત આંખના ઓપરેશનન થાય અને નિઃશૂલ્ક મફત સેવાનો લાભ મળે એ માટે વિજયાદશમીનાં રોજ શુભાંરભ કરવામાં આવેલ હતો.
શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટની નવી શાખા, વાંસદાનો શુભારંભ શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક પુજન, શ્રી રામઅર્ચના, રૂદ્રાભિષેક, રામાયણજી પાઠ,સુંદરકાડ પાઠ સાથે કરવામાં આવેલ હતો. આ પ્રસંગે રમાબેન હરિયાણીના હસ્તે નવી શાખા વાંસદાનો શુભારંભ કરવામાં આવેલ હતો.
નવી શાખાના પ્રારંભના પ્રથમ દિવસથી દર્દીઓનો ઘસારો રહ્યો હતો, જેમાં ૯૮ દર્દીઓને નવીરોશની મળી હતી. હોસ્પિટલ દ્વારા દરરોજ નાં ૨૫૦ થી ૩૦૦ઓના ઓપરેશન કરવાની ક્ષમતા છે.
દરેક દર્દીને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટફોલ્ડેબલ નેત્રમણી સાથે રૂા.૨૦,હજાર વાળ મફત ઓપરેશન મફત કરી આપવામાં આવેલ હતું, રહેવા, ચા, નાસ્તો,શુધ્ધ ઘીનો શીરો,ગરમ ભોજન,એક એક ધાબળો,એ સાડી, બે કીલો ચોખા, એક કિલો ઘઉંનો લોટ, અડધો કિલો મીઠી ગુંદી,દવા, ટીપાં, કાળા ચશ્મા તથા રૂા. ૧૦૦ દક્ષિણા આપવામાં અવેલ. દર્દીઓને સંસ્થાની બસ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી પરત મૂકી જવામાં આવ્યા હતા.
શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટની વાંસદામાં નવી શાખા શુભારંભથી કાયમી ડાંગ જીલ્લાનાં આદીવાસી ભાઈ-બહેનો,વાપી, વસલાડ તથા સમગ્ર સુરત શહેરનાં ગરીબ લોકોને આ નિઃશૂલ્ક મફત આંખના મોતિયાનાં ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે.
વધુ વિગતો માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, નવી શાખા, વાંસદા,જિનવસારી, મો.૯૫૮૬૩૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮
(2:49 PM IST)










