<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

સોમવારે શેઠ હાઇસ્‍કુલના મેદાનમાં બહેનો માટે ‘‘ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ''

કોઠારીયા કોલોની ગ્રૃપ અને નારી સુરક્ષા સમિતિ દ્વારા

રાજકોટ, તા. ૪:  શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્‍દ્ર ભાઈ સોલંકી) મહંત શ્રી આપાગીગા નો ઓટલો ચોટીલાના આશીર્વચન અને માર્ગદર્શન હેઠળ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ રાજકોટ ના સંયુક્‍ત ઉપક્રમે છેલ્લા ત્રણ દાયકાની વર્ષોની પરંપરા મુજબ ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ -૨૦૨૫ તા. ૦૬  ને સોમવારે, શરદપૂર્ણિમાના દિવસે, ૮૦ ફુટ રોડ, બગીચા સામે, શેઠ હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં યોજાશે.

રાત્રે ૮કલાકે મહિલા રાસોત્‍સવનું દીપ પ્રાગટય (ઉદ્ધાટન) નાની બાળાઓના હસ્‍તે શરદોત્‍સવ કાર્યક્રમ ખુલ્લો મુકાશે  વર્ષોની પરંપરા મુજબ સંસ્‍થા અને દાતાઓના આર્થિક સહયોગથી શહેરના કોઈપણ બહેનોને નાત જાતના ભેદભાવ વગર નાના-મોટા તમામ બહેનોને કોઇપણ ધર્મના મહિલાઓને નિઃશુલ્‍ક એન્‍ટ્રી તેમજ કોઈપણ પ્રકારની ફી લીધા વગર આ પ્રાચીન રાસોત્‍સવમાં ભાગ લેવા દેવામાં આવશે.

કાર્યક્રમના અંતે જજ (નિર્ણાયકો) દ્વારા પસંદગી પામેલા બહેનોને ગીફ્‌ટ (ભેટ) આપવામાં આવે છે. જેમાં ચિલ્‍ડ્રન, યુવા અને સિનિયર સિટીઝન મહિલાઓ માં પસંદગી પામેલા બહેનોને ઇનામો અપાશે. ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ ૨૦૨૫ માં એન્‍ટ્રી પાસ માટે આવતીકાલે તા. ૫ ને રવિવારે શેઠ હાઈસ્‍કૂલના ગેટ પાસેથી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૧૦ સુધી ફક્‍ત બહેનોને વિનામૂલ્‍યે પાસનું વિતરણ વહેલો તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

વર્ષોની પરંપરા મુજબ આ પ્રાચીન રાસોત્‍સવમાં શરદપૂનમના દિવસે ગરબી મંડળની બાળાઓ, શહેર ભરમાંથી મહિલાઓ, નાની બાળાઓ મોટી સંખ્‍યામાં ભાગ લે છે.

કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, દિલીપભાઈ આસવાણી, વીરભદ્રસિંહ જાડેજા, નરવીરસિંહ જાડેજા, જિલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, આરતીબા જાડેજા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, માલતીબેન ચાવડા,પદ્માબા ચૌહાણ, કૈલાશભાઈ વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, રજનીબેન આસવાણી, પારુલ બેન સિધ્‍ધપુરા, પુનમબેન રાજપૂત, સરલાબેન પાટડીયા, જશુભા વાંક અન્‍ય આગેવાનોમાં શ્‍યામલ રાછ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, નાગજીભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.  

(4:05 PM IST)