<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

વિજળીના બીલની ગણતરી કઇ રીતે સમજવી?: ગ્રેટર ચેમ્‍બર દ્વારા સેમીનાર

બુધવારે હોટલ પાઇનાવીટા ખાતે આયોજનઃ રજીસ્‍ટ્રેશન જરૂર

રાજકોટ તા. ૪: આગામી તા. ૮-૧૦-ર૦રપના બુધવારે ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા વિવિધ કેટેગરીના વિજ ગ્રાહકોના વિવિધ વીજ પ્રશ્‍નોની ચર્ચા કરવા અને પ્રવર્તમાન સમયમાં વીજળીને લગતી વિવિધ ટેકનિકલ બાબતોનું માર્ગદર્શન આપવા માટે એક સેમિનારનું આયોજન કરેલ છે.  જેમાં પ્રવર્તમાન ટેરીફ ઓર્ડર મુજબ વિવિધ કેટેગરીના વીજ ગ્રાહકોના વીજ બિલમાં આપવામાં આવતા ફિકસ/ડિમાંડ ચાર્જ, યુનિટ ચાર્જ, ફયુલ કોસ્‍ટ, વિદ્યુત શુલ્‍ક વગેરેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી અપાશે. ગ્રીન એનર્જી ઓપન એકસેસ અંગે કેપ્‍ટિવ ગ્રીન એનર્જી પ્રોજેકટની કેપેસિટી અંગે પણ છણાવટ કરાશે. વીજ ગ્રાહકોના વિવિધ પ્રશ્‍નોના નિરાકરણ માટે ગુજરાત વીજ નિયંત્રક આયોગ દ્વારા સ્‍થાપિત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અને લોકપાલ વિષેની માહિતી.

આ સેમીનારમાં આ વિષયના એક્ષ્પર્ટ દ્વારા ઉપરોકત વિષયોની માહિતી આપવામાં આવશે. આ સેમીનારની રજીસ્‍ટ્રેશન ફિ રૂા. ૧,૦૦૦/- છે. જે ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના નામે ચેકથી અથવા તો ફોન નં. ૯૦૮૧૭ ૦૯૪૧૦ ઉપર ભરી શકશો. રજીસ્‍ટ્રેશન ફોન નં. ૯૦૮૧૭ ૦૯૪૧૦ અથવા સંસ્‍થાની લીંક ઉપર કરાવી શકાશે.

કાર્યક્રમ હોટલ પાઇનાવીટા, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧રઃ૩૦ રાખેલ છે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના માનદ સહમંત્રી અંકીતભાઇ કાકડીયા તથા નિયામક મનસુખભાઇ પાંભર દ્વારા જણાવવામાં આવેલ છે. 

(2:44 PM IST)