<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

અવધ રોડ પર બાંધકામની સાઇડની ઓરડીમાં પરપ્રાંતિય ઉમેશનો ગળાફાંસો ખાઇ આપઘાત

મામા બહારથી આવતા ભાણેજને લટકતો જોઇ દેકારો મચાવ્‍યોઃ કારણ અકળ

રાજકોટ, તા.૪:અવધ રોડ પર કલાસીક પાર્ટી પ્‍લોટની બાજુમાં બાંધકામની સાઇડમાં ઓરડીમાં પરપ્રાતીય યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ અવધ રોડ પર કલાસીક પાર્ટી પ્‍લોટની બાજુમાં આવેલ બાંધકામની સાઇડમાં ઓરડીમાં રહેતા ઉમેશ ઇન્‍દરનાગ નાથ (ઉ.વ. ૩૪) એ ગઇકાલે ઓરડીમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના મામા બહારથી આવતા ઓરડીમાં ભાણેજને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી. કિશનભાઇ છાયાએ તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસે સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી હતી.

(2:34 PM IST)