News of Saturday, 4th October 2025
ખેલૈયાઓના અદમ્ય ઉત્સાહના વટે, જૈનમનાં મેગા ફાઈનલમાં કાંઈ ન ઘટે
સિનીયર પ્રિન્સ યશ માવાણીએ બાઈક અને સિનીયર પ્રિન્સેસ વિદીશા કોઠારીએ સ્કુટર જુનીયર પ્રિન્સ ભવ્ય શેઠ અને સિનીયર પ્રિન્સેસ જીનીલ ઝાટકીયાએ ગોલ્ડ ચેઈન મેળવ્યા

રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્સવ- ૨૦૨૫માં મેગા ફાઈનલમાં વિજેતા ખેલૈયાઓને ૧ થી ૧૦ ક્રમે વિવિધ કેટેગરીમાં મળીને કુલ ૪૦ જેટલા લાખેણા ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, બીલ્ડર દિલીપભાઈ શેઠ, ભાજપ મહીલા અગ્રણી કિરણબેન, રોલેકસ રીંગ્સનાં મનેષભાઈ મદેકા સહીતનાં ઉપસ્થિત રહયા હતા.
મેગા ફાઈનલ રાઉન્ડનાં અંતે સિનીયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે યશ માવાણીએ વિજેતા બની બાઈક પ્રાપ્ત કરેલ હતું. બીજા ક્રમાંકે યશ મહેતાએ ફ્રીઝ, ત્રિજા ક્રમાંકે હીત શાહ એ કરાઓ કેસ્પીકર, ચોથા ક્રમાંકે અભિષેક દોશીએ ૩૨ ઇંચ ટીવી, પાંચમા ક્રમાકે હીત કોઠારીએ વોશીંગ મશીન, છઠ્ઠા ક્રમાંકે પ્રિયાંશુ શાહ એ ૨૪ ઈંચ ટીવી, સાતમાં ક્રમાંકે મનન વોરા એ લેપટોપ કુલીંગ પેડ, આઠમા ક્રમાંકે ધવલ કોઠારીએ લેપટોપ કુલીંગ પેડ, નવમા ક્રમાંકે કૌશલ મહેતાએ વોલ કલોક તથા બ્લેનકેટ, દશમાં ક્રમાંકે આયુષ દેસાઈએ વોલ કલોક તથા બ્લેનકેટ પ્રાપ્ત કર્યા હતા.
સિનીયર પ્રિન્સેસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે વિદીશા કોઠારી એ વિજેતા બની સ્કુટર પ્રાપ્ત કરેલ હતું. બીજા ક્રમાંકે જલક પારેખ એ ફ્રીઝ, ત્રિજા ક્રમાંકે વંશીકા ડેલીવાળા એ કરાઓ કેસ્પીક, ચોથા ક્રમાંકે ઈશીતા માવાણી એ ૩૨ ઇંચ ટીવી, પાંચમા ક્રમાકે અમી કોઠારીએ વોશીંગ મશીન, છઠ્ઠા ક્રમાંકે ધાર્મિ દોશી એ ૨૪ ઈંચ ટીવી, સાતમાં ક્રમાંકે જીનાલી વોરા એ લેપટોપ કુલીંગ પેડ, આઠમા ક્રમાંકે અંકિતા વોરા એ લેપટોપ કુલીંગ પેડ, નવમા ક્રમાંકે માનસી હેમાણી એ વોલ કલોક તથા બ્લેનકેટ, દશમાં ક્રમાંકે જલ્પા સંધવીએ વોલ કલોક તથા બ્લેનકેટ પ્રાપ્ત કર્યા હતા.
જુનીયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ભવ્ય શેઠ એ વિજેતા બની ગોલ્ડ ચેઈન પ્રાપ્ત કરેલ હતો. બીજા ક્રમાંકે રેયાંશ ખારા એ મોબાઈલ, ત્રિજા ક્રમાંકે ધ્યેય શેઠ એ સાઈકલ, ચોથા ક્રમાંકે દેવાંશુ વોરા એ કરાઓકે સ્પીકર, પાંચમા ક્રમાકે જૈનમ દેસાઈ એ ૩૨ ઈંચ ટીવી, છઠ્ઠા ક્રમાંકે નિર્મિત શાહ એ વોશીંગ મશીન, સાતમાં ક્રમાંકે કવિશ શાહ એ લેપટોપ કુલીંગ પેડ, આઠમા ક્રમાંકે વિર મહેતા એ લેપટોપ કુલીંગ પેડ, નવમા ક્રમાંકે ક્રિશીવ શાહ એ વોલ કલોક તથા બ્લેનકેટ, દશમાં ક્રમાંકે મોક્ષ મહેતા એ વોલ કલોક તથા બ્લેનકેટ પ્રાપ્ત કર્યા હતા. જુનીયર પ્રિન્સેસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે જીનલ ઝાટકીયા એ વિજેતા બની ગોલ્ડ ચેઈન પ્રાપ્ત કરેલ હતો. બીજા ક્રમાંકે દ્રષ્ટી શાહ એ મોબાઈલ, ત્રિજા ક્રમાંકે અમી ભોડયા એ સાઈકલ, ચોથા ક્રમાંકે પ્રિશા ખારા એ કરાઓકે સ્પીકર, પાંચમા ક્રમાકે જીલ સાંગાણી એ ૩૨ ઈંચ ટીવી, છઠ્ઠા ક્રમાંકે મૈત્રી ઝાટકીયા એ વોશીંગ મશીન, સાતમાં ક્રમાંકે કયારા ઝાટકીયા એ લેપટોપ કુલીંગ પેડ, આઠમા ક્રમાંકે શ્યામા શેઠ એ લેપટોપ કુલીંગ પેડ, નવમા ક્રમાંકે હેત્વી દોશી એ વોલ કલોક તથા બ્લેનકેટ, દશમાં ક્રમાંકે કેશવી મહેતા એ વોલ કલોક તથા બ્લેનકેટ પ્રાપ્ત કર્યા હતા.વિજેતાઓને લાખેણા ઈનામો મીહીરભાઈ શેઠ, વર્ઝન કોમ્પ્યુટર, જીગરકુમાર જયેશભાઈ વસા, પલકબેન જીગરકુમાર વસા, અમીષભાઈ દેસાઈ - તપસ્વી સ્કુલ, વિજય ઈલેકટ્રોનિકસ, હાઈ ફીન આઈ, વીટો સેનેટરી - બજિેશભાઈ મહેતા, લેપટોપ ઝોન, રીકોન કલોકનાં સહયોગથી આપવામાં આવ્યા હતા.
આ જૈનમ નવરાત્રી મહોત્સવને સફળતા અપાવવા ટીમ જૈનમનાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી અને જયેશ વસાએ આભાર વ્યકત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:30 PM IST)










