<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

શરદ ઉત્સવ નિમિતે આદિવાસી ભીલ સમાજ દ્વારા ચોથા વર્ષે એકતા અને સંસ્કૃતિના ઉત્સવ 'ભવ્ય દાંડિયારાસ'નું રાજકોટમાં આયોજન

રંગબેરંગી પોશાક અને પરંપરાગત સંગીતના તાલે નૃત્ય કરવા રાજકોટમાં વસતા તમામ આદિવાસી સમાજને ભાવભર્યું આમંત્રણ : ૬ ઓક્ટોબર, સોમવારના રોજ સનાતન ગરબા ગ્રાઉન્ડ ખાતે સાંજે ૭ કલાકે કાર્યક્રમ શરૂ થશે

રાજકોટ, ૩ ઓક્ટોબર : આદિવાસી ભીલ સમાજ દ્વારા, શરદ ઉત્સવ નિમિતે, પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે સતત ચોથા વર્ષે એક દિવસીય ભવ્ય દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. શરદ ઉત્સવની ચાર વર્ષની સફળ સફર બાદ, આ વર્ષે પણ સમાજની યુવા પેઢીમાં સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા અને સામાજિક સૌહાર્દને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ દાંડિયારાસ કાર્યક્રમનું આયોજન થયું છે.

કાર્યક્રમની મુખ્ય વિગતો:
 * તારીખ: ૬/૧૦/૨૦૨૫, સોમવાર
 * સમય: સાંજે ૭:૦૦ કલાક થી
 * સ્થળ: સનાતન ગરબા ગ્રાઉન્ડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક, આર.કે. વર્લ્ડ ટાવર પાસે, રાજકોટ.

આ પ્રસંગ ફક્ત એક રાત માટે નહીં, પરંતુ ભીલ સમાજની સહિયારી યાદો, મિત્રતા અને અતૂટ બંધનોનું પ્રતીક છે. આ દાંડિયારાસમાં પરંપરાગત આદિવાસી સંગીત અને નૃત્યની ઝલક જોવા મળશે. રાજકોટમાં વસતા તમામ આદિવાસી સમાજને આ એક દિવસીય ભવ્ય દાંડિયા રાસના કાર્યક્રમમાં ચોક્કસથી પધારવા વિનંતી સહ અરજ કરવામાં આવી છે, જેથી આ સાંસ્કૃતિક વિનિમય અને સામાજિક એકતાના ઉત્સવને સફળ બનાવી શકાય.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દર્શનભાઈ ભીલ (૯૮૨૪૮૮૭૭૭૭), મનોજભાઈ દુબલ (૯૧૦૬૩૨૦૧૪૬), જિતેન્દ્રભાઈ વાઘેલા (૯૯૭૪૪૪૪૭૦૦), અમિતભાઈ ચોહાણ (૭૪૩૩૯૩૦૫૯૫), ભાવનાબેન લિડિયા (૮૪૬૦૩૫૯૭૮૯), સંજયભાઈ રાઠોડ (૯૯૦૪૪૪૭૭૭૪), પંકજભાઈ વાગડીયા, વિજયભાઈ રાઠોડ, વિનોદભાઈ ભમાત, કૃણાલભાઈ કડવાતર, પારસભાઈ હઠીલા, દીપકભાઈ મૂલિયાણા, ધવલભાઇ રાઠોડ, પ્રદીપભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, કેતનભાઇ રાઠોડ, વિજયભાઈ વાઘેલા, નીતિનભાઈ ચૌધરી, અજયભાઈ પરમાર, પ્રકાશભાઈ ડામોર, વિશેષભાઈ પેંગ્યાતર, વેદાંતભાઈ પેંગ્યાતર, મહેશભાઈ માવી, પુનાભાઈ ભુંડિયા, મનુભાઈ ભુંડિયા, પ્રેમ ભાઈ સારેડા, જીતુભાઈ બિલવાલ, નિશિતભાઈ પરમાર, દેવદીપભાઈ ગુજ્જર, અમિતભાઈ ચૌહાણ, વિશાલભાઈ ચૌહાણ, વિશાલભાઈ રાઠોડ, કલ્પેશભાઈ રાઠોડ, કેવલભાઈ ચૌહાણ, દેવભાઈ કોલી, દેવભાઈ વાઘેલા, રાહુલભાઈ ચૌહાણ, મનોજભાઈ કડવાતર, અને સંજયભાઈ વાઘેલા સહિતની આયોજક ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 

(2:01 PM IST)