તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 1st October 2025
કાલે ગાંધી જયંતીએ ૧ર વર્ષ સુધીના બાળકોને ગાંધી મ્યુઝીયમમાં નિઃશુલ્ક પ્રવેશ : સાંજે ગાંધી ધૂન

રાજકોટ, તા., ૧ : મહાનગરપાલિકા દ્વારા કાલે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે નિઃ શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે સાંજે ૫.૪૫ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમ યોજાશે.
આ અંગે નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે નિઃ શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આ ઉપરાંત ગાંધી જયંતિ નિમિતે મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારના રોજ સાંજે ૦૫.૪૫ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જવાહર રોડ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ગાંધી ધૂન મ્યુઝીકલ ઇવેન્ટમાં સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ સંગીતથી તરબોળ કરશે.
ગાંધી ધૂન કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે દિપ પ્રાગટય કરી, સંગીત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસંદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ ગાંધી ધૂન કાર્યક્રમમાં વિવિધ કેટેગરી જેવી કે, લોક સાહિત્ય, સાહિત્ય, સેવા, નાટય, સંગીત, નારી રત્ન, ઉદ્યોગ, સહકાર જેવી કેટેગરીમાં વિશિષ્ટ સેવાકીય કામગીરી કરનાર મહાનુભાવોને શિલ્ડ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવશે.
મનપા પદાધિકારીઓ દ્વારા ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા શહેરીજનોને ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવા તેમજ સાંજે ૦૫.૪૫ કલાકે યોજાનાર ગાંધી ધૂન કાર્યક્રમમાં પણ જોડાવા અનુરોધ કરવામાં આવે છે.
(3:20 PM IST)










