<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

માઁ આશાપુરાનાં દિવ્‍ય સાંનિધ્‍યમાં દુર્ગાષ્ટમી યજ્ઞઃ રાજવી પરિવારો દ્વારા આહુતિ અર્પણ

રાજકોટઃ આદ્યશક્‍તિની ઉપાસનાના મહાપર્વ શારદીય નવરાત્રીનાં અંતિમ ચરણમાં દુર્ગાષ્ટમીની ઢળતી સંધ્‍યાએ જાડેજા વંશની કુળદેવી માઁ આશાપુરાનાં સાનિધ્‍યમાં પેલેસ રોડ ખાતે આવેલ મંદીરે રાજકોટ રાજ પરિવારની ત્રણ પેઢી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, યુવરાજ સાહેબ શ્રી જયદીપ સિંહજી અને ટીકા સાહેબ શ્રી શિવાત્‍મજય સિંહજીએ એકસાથે બિરાજમાન થઈને દિવ્‍ય મંત્રોચ્‍ચારની ગૂંજ વચ્‍ચે યજ્ઞકુંડમાં આહૂતિઓ અર્પણ કરી હતી. હવનાષ્ટમીનાં પવિત્ર દિવસે શહેરનાં ધર્મ-પ્રેમી શકિત, માઈ ラ ભક્‍તોએ શાષાોકત વિધિ-વિધાનથી યોજાયેલ હવનનો લાભ લઈ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. હવન પ્રસંગે જગતસિંગ રાઠોર, હરિヘંદ્રસિંહ માખાવડ, રણવિરસિંહ વાગુદડ, દૈવતસિંહ ચાંદલી, છત્રસિંહ વડાળી, શૈલેન્‍દ્રસિંહ કોઠારીયા, દેવેન્‍દ્રસિંહ (ટીકુભાઇ) કોઠારીયા, હનુમંતસિંહ દુધરેજ, નિલરાજસિંહ ચાંદલી, યશપાલસિંહ ચાંદલી, પરબતસિંહ સાજડીયાળી, પ્રવિણસિંહ ભુણાવા, નિર્મળસિંહ છત્રાસા, વિરેન્‍દ્રસિંહ ઝાલા,  રાજાભાઈ વાવડી, ભરતસિંહ વાગુદડ, અજયસિંહ જાડેજા રીટા. ડી.વાય.એસ.પી. બળદેવસિંહ ભડીયાદ, ગજેન્‍દ્રસિંહ જાબીડા, સહદેવસિંહ બેલા, વિરમદેવસિંહ ચુડાસમા, નરેન્‍દ્રસિંહ મોટાવડા, ધનશ્‍યામસિંહ કાંગશીયાળી, બન્નાભાઈ, વનરાજસિંહ વાવડી, સિધ્‍ધરાજસિંહ દખણાબારા, હેમભા રીબડા, જયુભા રાજગઢ, હરદેવસિંહ ચાંદલી, પરાક્રમસિંહ માણેકવાડા, મહિપતસિંહ ટીકર, મહેન્‍દ્રસિંહ પડાણા, શકિતસિંહ વડાળી, ચંદ્રસિંહ ખોખરી, અને માઈ ભકતો ઉપસ્‍થિત રહયા હતા. શાષાોકત વિધિવિધાન થી હવન કાર્ય રાજશાષાી શ્રી ભરતભાઈ ભટ્ટ, યજ્ઞેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, વિશ્‍લેષભાઈ ભટ્ટ, મનિષભાઈ જોશી, કિરીટભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પંડયા, પ્રફુલભાઈ જોશી, જયભાઈ ભોગયતા વિગેરે એ પૂર્ણ કરેલ હતું.(૬.૧પ)

(3:11 PM IST)