તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
૧૦૦મા વર્ષમાં સંઘઃ સફળતાનો પાયો ‘શાખા'-સ્ફૂર્તિ, શક્તિ અને સંસ્કારની ત્રિવેણી
આરએસએસનું હૃદય શાખાઃ ખુલ્લા મેદાનનું વિશ્વવિદ્યાલય જ્યાં થાય છે મનુષ્ય ઘડતરઃ શાખા, સંઘનું હૃદય અને સફળતાનું મુખ્ય કારણ

રાજકોટ, તા. ૧: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જ્યારે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે તેની સફળતાનું મૂળ કારણ ‘શાખા' છે. સંઘ એટલે શાખા, અને શાખા એટલે યોજનાપૂર્વક કરેલા કાર્યક્રમો, જે દ્વારા સંસ્કાર સિંચન અને આખરે મનુષ્ય નિર્માણ થાય છે. સંઘનો સીધો સંબંધ આ મનુષ્ય ઘડતરની પ્રક્રિયા સાથે છે, જેના થકી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું ધ્યેય સિદ્ધ થાય છે. આ જ કારણથી સંઘને ‘મેન મેકિંગ મશીન' પણ કહેવામાં આવે છે.
સંઘના કાર્યકર્તાઓનું દ્રઢપણે માનવું છે કે શાખાને સમજવા માટે તેમાં જવું આવશ્યક છે, જ્યાં નિત્ય અનુશાસનના પાઠ શીખવવામાં આવે છે.
દેશ-વિદેશમાં એકસમાન કાર્યપદ્ધતિઃ સ્ફૂર્તિ, શક્તિ અને સંસ્કારની ત્રિવેણી સંઘ શાખાને ખુલ્લું વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ખુલ્લા મેદાનમાં પરમ પવિત્ર ભગવા ધ્વજને પ્રણામ કરીને તેની છત્રછાયામાં બાલ-વળદ્ધ સૌ કાર્યક્રમો કરે છે. આ શાખા સ્ફૂર્તિ, શક્તિ અને સંસ્કારની ત્રિવેણી છે.
શારીરિક કાર્યક્રમોઃ શરીર, મન અને બુદ્ધિને સંસ્કારીત કરવા માટે રમતો, સૂર્ય નમસ્કાર (મંત્ર સહિત), દંડ (લાઠી દાવ), યોગાસન, નિયુદ્ધ (કરાટે) અને વ્યાયામ યોગ જેવા વિવિધ કાર્યક્રમો થાય છે. સૂર્ય નમસ્કાર મંત્ર સહિત બોલવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.
સૂર્ય નમસ્કાર મંત્રોઃ ઓમ મિત્રાય નમઃ થી શરૂ કરીને ઓમ ભાસ્કરાય નમઃ સુધીના બાર મંત્રો.
ધ્યેય મંત્રઃ સદા સવિતળમંડલમમધ્યવર્તી, નારાયણઃ સરસિંજાસન સન્નીવિષ્ટઃ !!
બૌદ્ધિક કાર્યક્રમોઃ રાષ્ટ્રભક્તિનો સતત પ્રવાહ જાળવી રાખવા માટે ગીત, સુભાષિત, અમળતવચન, પ્રેરક કથા-પ્રસંગ, ચર્ચા, સમાચાર સમીક્ષા અને બૌદ્ધિક ઉદબોધન જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આ કાર્યક્રમો જે સ્થળે થાય છે, તે સ્થાનને સંઘ સ્થાન કહેવામાં આવે છે.
દૈનિક આજ્ઞાઓઃ શાખામાં શિસ્ત માટે પ્રાથમિક સમતા, દક્ષા, આરમ, સ્વસ્થ, એકશઃ સંપત્, સંખ્યા, દક્ષિણવુત્, અર્ધવર્તુ, મીત કાલ, પ્રચલ જેવી આજ્ઞાઓનો ઉપયોગ થાય છે.
શાંતિ મંત્રઃ શાખાની સમાપ્તિ શાંતિ મંત્ર સાથે થાય છેઃ સર્વે ભવન્તું સુખીનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા ક્રશ્વિન્ત દુઃખ ભાગ ભવેત, ઓમ શાંતિ :શાંતિઃ શાંતિ
સંઘની પ્રાર્થનાઃ રાષ્ટ્ર અને ધર્મના સંરક્ષણનો સંકલ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થનાનું મહત્વ ખૂબ જ છે, જે સ્વયંસેવકોમાં ધ્યેયનિષ્ઠા અને સમર્પણની ભાવના જગાડે છે.
પ્રાર્થનાઃ નમસ્તે સદા વત્સલે માતળભૂમે... આ લોકપ્રિય પ્રાર્થનામાં સ્વયંસેવક માતળભૂમિને વારંવાર નમસ્કાર કરી, તેની ખાતર શરીર અર્પણ કરવાનો ભાવ વ્યક્ત કરે છે. આ પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે હિન્દુ રાષ્ટ્રના ઘટક તરીકે, કાર્ય પૂર્તિ માટે શુભ આશીર્વાદ, વિશ્વથી ન જીતી શકાય તેવી શક્તિ અને સુશીલ ચારિત્ર માંગવામાં આવે છે. અંતે, વીરવ્રત દ્વારા અક્ષય ધ્યેયનિષ્ઠા જાગતી રહે અને સંગઠિત કાર્યશક્તિ દ્વારા ધર્મનું સંરક્ષણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવ મળે તેવો સંકલ્પ વ્યક્ત થાય છે.
વાર્ષિક ઉત્સવોઃ સંઘના કાર્યને ગતિ આપતા માર્ગદર્શક સ્તંભ સંઘની દૈનિક શાખાની સાથે વાર્ષિક આયોજનમાં વિવિધ ઉત્સવોને જોડવામાં આવ્યા છે.
ઉત્સવ
ાા ગુરુ પૂર્ણિમા ાા સૂચિ અને ગટ વ્યવસ્થા ાા
ાા રક્ષાબંધન ાા નવા સંપર્ક, સેવા વસ્તી, મંડળ કેન્દ્ર ાા
ાા વિજયા દશમી ાા ગણવેશ ધારણ, ઘોષ, શારીરિક કાર્યક્રમ ાા
ાા મકરસંક્રાંતિ ાા વાર્ષિકોત્સવ, ભારત માતા પૂજન ાા
ાા વર્ષ પ્રતિપ્રદા ાા અધિકતમ સ્વયંસેવક ઉપસ્થિતિ ાા
ાા હિન્દુ સામ્રાજ્ય દિન ાા રમત સ્પર્ધા/ રમતપ્રધાન કાર્યક્રમ ાા
વિભાગો દ્વારા સ્વયંસેવકોનું સાર્વત્રિક નિપુણતા ઘડતર શાખામાં આવનાર સ્વયંસેવક તમામ કામોમાં નિપુણ બને તે માટે સંઘમાં જુદા જુદા વિભાગો દ્વારા કાર્ય થાય છે.
મુખ્ય વિભાગોઃ શારીરિક વિભાગ, બાલ વિભાગ, બૌદ્ધિક વિભાગ, સેવા વિભાગ, વ્યવસ્થા વિભાગ, સંપર્ક વિભાગ, પ્રચાર વિભાગ, ધર્મ જાગરણ વિભાગ.
સામાજિક વિભાગોઃ મહાવિદ્યાલય વિભાગ, સામાજિક સદભાવ, કુટુંબ પ્રબોધન, ગ્રામ્ય વિકાસ, ગૌ સેવા, સામાજિક સમરસતા.
આ વિવિધ વિભાગોમાં કામ કરવાથી સ્વયંસેવકો સંપૂર્ણ નિપુણ બને છે, જેના પરિણામે આજે દેશમાં વડાપ્રધાનથી માંડીને અનેક રાજ્યોમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રધાનોની શ્રળંખલા તૈયાર થઈ ગઈ છે, જે દેશને શ્રેષ્ઠ સુકાન આપી રહ્યા છે.
પ્રચારક પરંપરાઃ સમર્પિત જીવન દ્વારા વિશ્વમાં ભારતનો જયજયકાર
સંઘના પ્રચારકોની આગવી વિશેષતા છે કે તેઓ પોતાનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશ માટે વર્ષો સુધી (બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, કે આજીવન) અર્પણિત રહીને કાર્ય કરે છે.
પ્રચારક એટલે સાધુ જેમ જીવન ગાળવાનું.
સંઘના કાર્યાલયમાં જ નિવાસ.
સ્વયંસેવકોના ઘરે જમવાનું.
સંઘ સોંપે તે ક્ષેત્રનું કામ કરવાનું.
પ્રચારકોની આ ફોજ તૈયાર થઈ ગઈ છે, જેમના પ્રયાસોથી આજે વિશ્વમાં હિન્દુ અને ભારતનો જયજયકાર થઈ રહ્યો છે.
સંઘ શિક્ષા વર્ગોની નવી રચનાઃ વ્યવહારિક પ્રશિક્ષણ પર ભાર
સંઘના સ્વયંસેવકોને શિક્ષણ આપવા માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન થાય છે. આ વર્ષથી સંઘ આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરીને નવી રચના દાખલ કરી છે.
ાા પારંભિક વર્ગ ાા ૩ દિવસ ા-ા
ાા પ્રાથમિક શિક્ષા વર્ગ ાા ૭ દિવસ ા-ા
ાા સંઘ શિક્ષા વર્ગ ાા ૧૫ દિવસ ાા વ્યવહારિક પ્રશિક્ષણ ાા
ાા કાર્યકર્તા વિકાસ વર્ગ-૧ ાા ૨૦ દિવસ ા વ્યવહારિક પ્રશિક્ષણ ા
ાા કાર્યકર્તા વિકાસ વર્ગ-૨ ાા ૨૫ દિવસ ા વ્યવહારિક પ્રશિક્ષણ (નાગપુર ખાતે) ા
સંઘની પ્રતિજ્ઞાઃ હિન્દુ રાષ્ટ્રની ઉન્નતિનું આજીવન વ્રત
સંઘની પ્રતિજ્ઞા સ્વયંસેવકને આજીવન ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવાનું વ્રત લેવડાવે છે.
સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર તથા આપણા પૂર્વજોનું સ્મરણ કરી હું પ્રતિજ્ઞા કરું છું કે ‘આપણો પવિત્ર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કળતિ તથા હિંદુ સમાજનું સંરક્ષણ કરી હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતી કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘટક થયો છું સંઘનું કાર્ય હું પ્રમાણિકતાથી નિસ્વાર્થ બુદ્ધિથી તથા તન- મન- ધનપૂર્વક કરીશ. આ વ્રત હું આ જન્મ પાળીશ.'(૬.૧૯)
(3:43 PM IST)










