News of Wednesday, 1st October 2025
સોની બજારમાં રહેતાં બંગાળી યુવાન દીપકને પ્રેમમાં દગો મળતાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા
વતનમાં રહેતી યુવતિ સાથે પ્રેમ હતો તેના બીજે લગ્ન થઇ ગયા તેતી નજાણ નહોતી, હવે તે માતા બન્યાનું મોબાઇલમાં સ્ટેટસ જોતાં ખબર પડીઃ આઘાતમાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧: શહેરની સોની બજારમાં રહેતાં અને સોની કામ કરતાં બંગાળી યુવાને વતનમાં રહેતી પ્રેમિકાના બીજે લગ્ન થઇ જતાં આઘાતને કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ સોની બજાર બોઘાણી શેરીમાં આવેલી ભવાની શેરીમાં રૂમ રાખી રહેતાં દીપક રવાભાઇ દાસ (ઉ.વ.૨૦) નામના યુવાને મોડી રાતે બારીમાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાથે રહેતાં બીજા મજૂર મારફત બનાવની જાણ થતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે મૃત જાહેર કરતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
બનાવની જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ રમેશભાઇ ચોૈહાણ અને કોન્સ. વિજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર દીપક મુળ પヘમિ બંગાળનો વતની હતો અને ગ્યાસુદીન મંડલની દુકાને સોનાના દાગીના બનાવવાનુ કામ કરે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દીપકને તેના વતનની કોઇ યુવતિ સાથે પ્રેમ હતો. દરમિયાન આ યુવતિએ બીજા કોઇ સાથે લગ્ન કરી લીધા હતાં. તેની દીપકને જાણ નહોતી. પણ હવે તેણી મા બની ગઇ હતી. આ અંગેનું સ્ટેટસ તેણે યુવતિના કોઇ સગાના નંબર ઉપર જોતાં તેના કારણે દુઃખી થઇ આ પગલુ ભર્યાનું તારણ નીકળ્યું હતું.
(3:44 PM IST)










