<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સ્‍ટ્રીટ ફૂડના ધંધાર્થીઓએ સ્‍વચ્‍છતાઓ કેમ જાળવવી?

મનપા અને ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા દ્વારા કાલે તાલિમ યોજાશે

રાજકોટ તા.૩૦: ‘‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫'' ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકારશ્રીના આવાસ અને  શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં PMSVANidhi યોજના 2.O અંતર્ગત ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા (FSSAI)ના સહયોગથી ખોરાકની સલામતી અને સ્‍વચ્‍છતા અંગે  મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧ના  સવારે ૦૯:૩૦ કલાકે અલગ-અલગ બે સ્‍થળો - પૂ. પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયારોડ, રાજકોટ ખાતે તેમજ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે ફૂડ વેન્‍ડર્સ માટે ‘‘સ્‍ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ''નું  આયોજન કરવામાં આવે છે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર  તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન  દિલીપભાઈ લુણાગરીયા દ્વારા જણાવાયું છે.

પૂ. પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તાલિમ કાર્યક્રમનું દીપ પ્રાગટય -વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહના વરદ હસ્‍તે થશે. આ પ્રસંગે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી વીરેન્‍દ્રસિંહ ઝાલા, જ્‍યારે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના માન ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના  હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે રાજ્‍યના સામાજીક ન્‍યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના માન. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા અને બ્રહ્માકુમારી સંસ્‍થાના બી. કે. રેખાદીદી ઉપસ્‍થિત રહેશે.

(4:02 PM IST)