તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
રવિની રજા પણ સોમવારે ડબલ મજા... સહિયરમાં ચાલુ વરસાદે ખેલૈયાઓનો રેઈન ગરબા
ગાયકનું રેઈન સીંગીંગ, ડબલ ઈનામ વિતરણ કરી ખેલૈયાઓના દિલ જીતતા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટઃ સહિયર ક્લબ આયોજીત સહિયર સંસોત્સવમાં શનિવારનો હાઉસ પેક રંગ જામ્યો હતો. પ્રમુખ સુરેન્દ્રસિઁંહવાળાના માર્ગદર્શન સાથે - પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા તથા વાઈસ પ્રેસીડેન્ટ વદભા -પરમાર, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા ,યશપાલસિંહ ૨ જાડેજા, જયદીપ રેણકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી. વર્ય પારેખ કૃણાલભાઈ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવિરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ બઢીયા, પ્રતિકભાઈ જટાણીયા, હરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દીપકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, આકાદાભાઈ કાયરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, શ્રી ભરતભાઈ વ્યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઉંમર, જતીન આડેસરા, રશૈલેષભાઈ ખખ્ખર, એહમદ સાઘ, ડો. ઈન્દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા, . નિલેશભાઈ તુરખિયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ શૈલેષભાઈ પંડયા સહિત તમામ આયોજકો રીલેક્સ મુડમાં રાહુલ મહેતા - અપેક્ષા પંડયા તથા તેજસ શિશાંગીયાના ગરબા - ટીટોડો - ટીમલી પર મન મુકીને ઝુમ્યા હતા.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જે. એમ. જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, ડે. કલેકટર પ્રિયાંક ગચ્ચર, એ.સી.પી. રાધીકા ભારાઈ, રાજભાઈ ગોંડલીયા (જય ગણેશ એમ.જી.), મહાવિરસિંહ રાઠોડ (પ્રિતી ફર્નિચર), વિવેકભાઈ રૂપારેલીયા (પ્લેટીનમ સીમેન્ટ), સરકાર રાજભા ચુડાસમા, રૂપલબેન ચુડાસમા, વોઈસ ઓફ ડે ના કુનાલભાઈ મણિયાર, પંકજભાઈ (રેન્જ સીરામીક), જગદીશભાઈ (પાલવ સ્કૂલ) ઉપસ્થિત રહયા હતા.
રવિવારે મેઘસવારી ના કારણે રાસોત્સવ શરૂ ના થઈ શક્યો. પરંતુ ખેલૈયાઓએ સોમવારે ડબલ મજાનો આનંદ લીધો હતો.
ડાકલા - ટીટોડો ની ધમાલ બાદ ચાલુ રાઉન્ડમાં વરસતા વરસાદે તેજસ શિશાંગીયાએ ટીમલી ગાઈને ખેલૈયાઓને રાજી રાજી કર્યા હતા.
વરસતા વરસાદે ટેકનીકલ સાવચેતી રાખતા સાઉન્ડ તથા ડીઝીટલ કીબોર્ડ - પેડ - ગીટાર બંધ હોવા છતાં હિતેષ ઢાંકેચા ટીમે માઈક વિના તાલની રમઝટ બોલાવી હતી. ત્યારે સુર વિના પણ તેજસભાઈએ વરસતા વરસાદે ગાયું હતું.
અનરાધાર વરસાદ છતાં ચોખ્ખુ ચણાક ગ્રાઉન્ડ સહિયરની વિશેષતા બની રહયું હતું. આજે સાંજે સુવિધા સભર ગ્રાઉન્ડમાં ખેલેયાઓને સુરેન્દ્રસિંહ વાળા એ આહવાન કર્યું છે. વિજેતાઓને રોજેરોજ ઈનામો આપવામાં આવે છે. ઉપરાંત કમલેશભાઈ અને અપેક્ષા પંડયાનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે
(3:51 PM IST)










