તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટનો ધમાકેદાર નવરાત્રી મહોત્સવ-૨૦૨૫: દશેરાના દિવસે શાષાી મેદાનમાં ભવ્ય આયોજન
જ્ઞાતિના કાર્યાલયેથી પાસ વિતરણ : ગાયક કલાકાર પૂનમબેન ગોંડલીયા, વિશાલભાઇ વરૂ તેમજ બોબ્બેના પ્રખ્યાત એવા બામ્બુ બિટસના ઓરકેસ્ટ્રા સાથે ખેલૈયાઓ જમાવટ કરશે : ૮ નંગ એલ.જી.કમ્પનીના એલઇડી ટીવી ૩૨ ઇંચના ૮ નંગ એ.લજી કમ્પનીના વોશીંગ મશીન સેમી આોટોમેટીક ૭.૫ કિલો હેવી ઓવન એસ.એસ.બોડી, ૩૦ લી.૮ નંગ ૨૩૨ નંગ ૩૨ ઇંચની ટ્રોલી બેગ આમ કુલ મળી ૨૫૬ નંગ ઇનામોની વણજાર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ માં ભગવતીની આરાધના માટે નવરાત્રી મહોત્સવ-૨૦૨૫નું ભવ્યાતિભવ્ય અને ધૂમધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ) દ્વારા જણાવ્યા અનુસાર, આ એક દિવસીય રાસોત્સવ તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫, ગુરુવાર (દશેરા) ના રોજ સાંજે ૬:૩૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી શાષી મેદાન, રાજકોટ ખાતે યોજાશે.
સંગીત અને મનોરંજનઃ ગુજરાત અને બોમ્બેના કલાકારોની રમઝટ
આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો શ્રી પુનમબેન ગોંડલીયા અને વિશાલભાઈ વરૂ છે. તેમની સાથે બોમ્બેના પ્રખ્યાત ઓરકેસ્ટ્રા બામ્બુ બીટ્સના કલાકારો સથવારો આપશે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક લાઇટિંગ અને વિશાળ સ્ટેજ સાથે ખેલૈયાઓ માટે અદ્ભુત માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.
ઇનામોની વણઝારઃ કુલ ૨૫૬ આકર્ષક પુરસ્કારો જ્ઞાતિજનોમાં ઉત્સાહ વધારવા માટે આ વખતે ઇનામોની મોટી વણઝાર રાખવામાં આવી છે, જેમાં કુલ ૨૫૬ નંગ આકર્ષક ઇનામો આપવામાં આવશે. મુખ્ય ઇનામોમાં:
* ૮ નંગ એલ.જી. કંપનીના ૩૨ ઇંચના એલઈડી ટીવી
* ૮ નંગ એલ.જી. કંપનીના ૭.૫ કિલોના સેમી ઓટોમેટિક વોશિંગ મશીન
* ૮ નંગ ૩૦ લીટરના હેવી ઓવન (એસ.એસ. બોડી)
* ૨૩૨ નંગ ૩૨ ઇંચની ટ્રોલી બેગ પ્રથમ રાઉન્ડ સાંજે ૭:૦૦ વાગ્યાથી શરૂ થઈ જશે, અને પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, કિડ્સ પ્રિન્સ/પ્રિન્સેસ સહિતની વિવિધ કેટેગરીમાં નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.
દાતાઓ અને અગ્રણીઓનું વિશેષ સન્માન આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમાજના સર્વે ઓળઘોળ દાતાઓ (ભાઈઓ અને બહેનોર્)ંનું સમગ્ર સમાજ દ્વારા સાફા બંધાવીને વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વી.વી.આઈ.પી., વી.આઈ.પી., રાજકીય ક્ષેત્રના તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
પાસ વિતરણ અને પ્રવેશ અંગેની ખાસ સૂચના પાસ વિતરણઃ પાસ વિતરણની વ્યવસ્થા જ્ઞાતિના કાર્યાલય ગોપીનાથ કોમ્પ્લેક્ષ, ગાયત્રી નગર મેઇન રોડ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન શરૂ કરી દેવામાં આવી છે.
મર્યાદિત પ્રવેશઃ આ કાર્યક્રમ ફક્ત અને ફક્ત રાજકોટ શહેરમાં વસતા શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના લોકો માટે જ મર્યાદિત છે.
ફરજિયાત નિયમોઃ પાસ લેવા આવનાર દરેક વ્યક્તિએ આધાર કાર્ડની ઝેરોક્સ સહીવાળી આપવી ફરજિયાત છે. તેમજ રાસોત્સવ સ્થળ પર પણ દરેક ખેલૈયાઓએ મૂળ આધાર કાર્ડ સાથે રાખવું પડશે.
ટ્રેડિશનલ ડ્રેસઃ તમામ ખેલૈયાઓએ ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત છે, તેના વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રિન્સ-પ્રિન્સેસ માટેઃ ઇનામ માટેના હકદાર બનવા માટે દરેક ખેલૈયાએ સાંજે ૭:૦૦ વાગ્યાથી શરૂ થતા પ્રથમ રાઉન્ડથી જ ફરજિયાતપણે રમવાનું રહેશે.
જ્ઞાતિ સંગઠન અને પારિવારિક માહોલ ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા આ કાર્યક્રમ સંપૂર્ણપણે પારિવારિક માહોલમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેનો હેતુ સમાજમાં સંગઠન વધારવા અને એકતા જાળવવાનો છે. આ આયોજનમાં શ્રી શ્યામ વાડી ટ્રસ્ટ, વિધાર્થી મંડળ સમિતિ, સમુહ લગ્ન સમિતિ, પ્રગતિ મંડળ સહિત તમામ જ્ઞાતિના મંડળો સહભાગી થયા છે. પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીએ દરેક જ્ઞાતિજનોને સપરિવાર આ દિવ્ય રાસોત્સવનો લાભ લેવા માટે અપીલ કરી છે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ કાર્યાલયઃ ગોપીનાથ કોમપ્લેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ
(3:50 PM IST)










