તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
સીનીયર સીટીઝન મ્યુઝીકલ કલબ દ્વારા શુક્રવારે ‘એક શામ કરાઓકે નામ' ગીતોની મહેફીલ
રાજકોટ તા. ૩૦ : સીનીયર સીટીઝન મ્યુઝીકલ કલબ દ્વારા આગામી તા. ૩ ના શુક્રવારે હેમુગઢવી હોલમાં ‘એક શામ કરાઓકે નામ' શીર્ષકતળે મ્યુઝીક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મ્યુઝીકલ કલબના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ કલબ જીવનની પાછલી લાઇફ આનંદીત અને અવિસ્મરણીય બની રહે તેવા સંગીતના કાર્યક્રમો આપવા હંમેશા પ્રયાસ કરતી આવી છે. ત્રણ વર્ષ પહેલા સંસ્થાનો નાના પાયે પ્રારંભ કરાયો હતો. બાદમાં દર રવિવારે પ્રેમ મંદિર સામેના બગીચામાં સંગીત કાર્યક્રમ યોજે છે. ત્યારે આ વખતે મેગા કાર્યક્રમ કહી શકાય તેવુ આયોજન તા.૩ ના શુક્રવારે કરેલ છે. હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન ગાયક કલાકારો સર્વશ્રી દુષ્યંતભાઇ ઉપાધ્યાય, હિતેશભાઇ જોશી, પ્રદ્યુમનસિંહ રાઠોડ, પંકજભાઇ જોશી, રશ્મીભાઇ જોશી, મનહરભાઇ જોશી, મુકેશભાઇ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, કશ્યપભાઇ ઉપાધ્યાય, રવિભાઇ જોશી, શ્રીમતી મિતાબેન આસર, શ્રીમતી હેપીબેન મહેતા, શ્રીમતી બીનાબેન રાવલ કરાઓકે પર કર્ણપ્રિય ગીતો રજુ કરશે. ૧૪ ગાયકો દ્વારા ૪૦ ગીતોની રજુઆત કરાશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, અતિથિ વિશેષ તરીકે પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, નિતિનભાઇ ભુત, હિતેશભાઇ દિહોરા, નિરૂભા વાઘેલા ઉપસ્થિત રહેશે. તેમ કલબના ચેરમેન દુષ્યંતભાઇ ઉપાધ્યાય (મો.૯૪૨૮૨ ૦૦૭૦૭) અને પ્રમુખ હિતેશભાઇ જોશી (મો.૯૮૨૫૨ ૧૭૬૩૩)ની યાદીમાં જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સીનીયર સીટીઝન મ્યુઝીક કલબના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:42 PM IST)










