તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
મધુસુદન મસાલા લિમિટેડ દ્વારા સાણોસરામાં અત્યાધુનિક મસાલા પ્રોસેસિંગ સુવિધા સ્થાપવા કરાર

રાજકોટઃ ડબલ હાથી અને ડબલ ૭૭ બ્રાન્ડ હેઠળ મસાલા અને ઇન્સ્ટન્ટ મિકસ માટે પ્રખ્યાત મધુસુદન મસાલાની અગ્રણી પેટા કંપની, વિગાગ્રીન પ્રોડકસ પ્રાઇવેટ લિમિટેડ તેની વૃદ્ધિ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિホરૂપ જાહેરાત કરી છે. કંપનીએ ગુરાતના સણોસરા ગામ તાલુકા ધ્રોલ, જિલ્લો જામનગર ખાતે વિશ્વ કક્ષાની મસાલા પ્રોસેસિંગ, ઇન્સ્ટન્ટ મિકસ અને તૈયાર મસાલા મિશ્રણ સુવિધા સ્થાપિત કરવા માટે કરાર હસ્તાક્ષર કર્યા છે. તેમજ કોટેચા પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનોની હાજરીમાં ખાત મુહૂત કરેલ હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
આ અત્યાધુનિક સુવિધા, જે સંપૂર્ણપણે ટર્ર્નકી ધોરણે વિકસાવવામાં આવનાર છે તે આશરે ર લાખ ચોરસ ફુટઠમાં ફેલાયેલી રહેશે. અને બે તબકકામાં અમલમાં મૂકવામાં આવશે , પ્રથમ તબકકામાં ઉત્પાદનક્ષમતા વાર્ષિક છ હજાર મેટ્રિક ટન હશે, આ પ્રોજેકટનો ઉદેશ્ય મસાલાઓની કુદરતી અખંડિતતા અને ગુણધર્મોને જાળવવા માટે અદ્યતન સફાઇ, ઠંડી હવા અને ક્રાયોજેનિક ગ્રાઇન્ડીંગ ટેકનોલોજીનો સમાવેશ કરવાનો છે. જેનાથી ભારત અને વૈશ્વિક સ્તરે ગ્રાહકને ઉચ્ચ ગુણવતાવાળા ઉત્પાદનોની ડિલિવરી સુનિヘત થઇ શકે, તેમ યાદીમા઼ જણાવાયું છે.
મધુસુદન મસાલાના ચેરમેન તેમજ મેનેજિંગ ડાયરેકટર શ્રી રિશિત કોટેચાના જણાવ્યા મુજબ કંપનીએ ટર્નકી ધોરણે સંપૂર્ણ પ્રોજેકટ ટેનિકલ કુશળતા અને પ્રોજેકટ અમલીકરણ માટે એશિયાના પ્રખ્યાત સ્પાઇસ પ્રોસેસિંગ કન્સલ્ટન્ટસ, વી. એસ.આર. એન્પ્રો કન્સલ્ટન્ટસ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઇ સાથે ભાગીદારી કરી છે આ સુવિધા ઉચ્ચતમ ખાદ્ય સલામતી ધોરણોનું પાલન કરશે અને મસાલા તથા સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદન અને પ્રક્રિયા માટે વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધા પ્રદાન કરશે.
આ પ્રસંગે ગૃપના હોલટાઇમ ડાયરેકટર શ્રી હિરેન કોટેચાએ જણાવ્યું હતું કે ‘‘ આ સુવિધા ભારતીય ગ્રાહકો અને આંતરરાષ્ટ્રીય બજારને કુદરતી અને સલામત ખોરાક પુરો પાડવાની અમારી મહત્વકક્ષામાં એક નવો અધ્યાય છે. ‘‘ ઉપરાંત તેમણે એ પણ જણાવેલ કે આ એકમના આવવાથી આસપાસના વિસ્તારમાં નવી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઇ શકશે. (૩૬-૩)
(3:39 PM IST)










