<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

પરસાણાનગર શેરી નં.૬ મા જય અંબે ગરબી મંડળમા માતાજીના નવ સ્‍વરૂપ-નવદુર્ગાના દર્શન

રાજકોટ, પરસાણા નગર શેરી નંબર ૬ ખાતે જય અંબે ગરબી મંડળ દ્વારા છેલા ૪૫ વર્ષથી માતાજીના ગરબા સાથે નાની નાની બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં છે, જેમાં આ વર્ષે માતાજીના નવ દુર્ગાના ૯ સ્‍વરૂપના દર્શન કરાવવામાં આવ્‍યા હતા. સાથે મહિસાસુરની વેષભૂશાના બાળાઓએ દર્શન કરાવ્‍યા હતા. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા હતા. માતાજીને તૈયાર કરવા માટે કાજલ, વિભા પોબારૂએ મહેનત કરી હતી સાથે તલવાર રાસ, મારૂ મન મોર બની થનગાટ કરે જેવા ગીતો ભારતીય સંસ્‍કળતિ સાથેના ગરબા રજૂ કરવામાં આવ્‍યા હતા. લતાવાસીઓ ખુબજ લહાણી આપી રહ્યા છે. આજે ગરબી મંડળની બાળાઓ માટે વેલડ્રેસ સ્‍પર્ધા રાખવામાં આવી છે. ભારતીય સંસ્‍કળતીની શોભા સાથે ગરબા રમાડવામાં આવશે. બાળાઓને ગરબી મંડળ તરફથી લહાણી આપી બાળાઓને પ્રોત્‍સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવશે. બાળાઓને તૈયારી માટે કાજલ વિભા પોબારૂ અને કશક મકવાણા  જહેમત ઉઠાવી રહ્યાં છે. જીતુ વિશ્વનીડમના બાળકોને ભોજન પ્રસાદ સાથે ગરબા રમાડવામાં આવ્‍યા હતા. આવતીકાલે દશેરાનો હવન કરી બપોરે ૪ વાગ્‍યે બીડું હોમવામાં આવશે ધર્મ પ્રેમીઓને દર્શનનો લાભ લેવા ગરબી મંડળના કેશુભાઈ ગોહેલ, રાજુભાઈ સાચેલા, ઘનશ્‍યામભાઈ પોબારૂ, વિદિત સાચેલા, ગૌરવ ગોહેલ, હાર્દિક સાચેલા, સચીનભાઇ ગણાત્રા, મીહીર પોબારૂ, ધર્મેન્‍દ્ર ગોહેલ, પ્રિન્‍સ ગોહેલ, હારૂન શેખ, કમલેશ, કુલદીપ, તથાં સાઉન્‍ડ સિસ્‍ટમ ડી. જે. તુષાર રાવ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાદુગર મિમિક્રી આર્ટિસ્‍ટ ઉમેશ રાવ સંભાળી રહ્યાં છે. (રર.૪)

(3:39 PM IST)