<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે

શાસ્‍ત્રીનગરમાં બેદાયકાની પ્રાચીન ગરબીનું આયોજન

રાજકોટઃ શાસ્‍ત્રીનગર અજમેરામાં શાસ્‍ત્રીનગર ઓનર્સ સર્વીસ એસો.સંચાલીત શ્રી આશાપુરા ગરબી મંડળ ઘનશ્‍યામસિંહ એ. જાડેજા (પ્રમુખશ્રી) ના માર્ગદર્શનથી છેલ્લા ૨૧ વર્ષમાં પ્રવેશ કરી રહયું છે. આ કામગીરીમાં સોસાયટીના કારોબારી સભ્‍યશ્રી કે.બી. રાણા (ઉ.પ્રમુખ), કે.વી. પાઠક (મંત્રી),ભુપેન્‍દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઇ જોષી, અશોકસિંહ જાડેજા,શ્રી મીનાક્ષીબેન ત્રીવેદી, અનિરૂધ્‍ધસિંહ કચ્‍છ શ્રી જીતેન્‍દ્રભાઇ મહેતા, અનુરાગસિંહ રાજપુત, જીતેન્‍દ્રભાઇ ચાવડા, રાજુભાઇ ટાંક તેમજ શ્રી ચંદ્રશેખરસિંહ પરમાર, દ્વારા ઉતમ યોગદાન સાપડી રહ્યું છે.

આશાપુરા ગરબી મંડળના સક્રિય સભ્‍યશ્રી હર્ષદભાઇ પંડયા,ધર્મેશભાઇ ચાવડા,વિજયભાઇ ગોસ્‍વામી, અશોકભાઇ કેશરીયા, વિજયભાઇ ગોસ્‍વામી, મનીષભાઇ ગોસ્‍વામી, મહેશગીરી ગોસ્‍વામી, બીપીનભાઇ કતીરા, પંકજભાઇ પટેલ, કુલદિપસિંહ જાડેજા, નીલ ટાંક તેમજ દતભાઇ ટાંક, દ્વારા તેમનું યોગદાન આપવામાં આવી રહ્યું છે. તેમજ ઉષાબેન સોલંકી તેમજ ભકિતબેન ટાંકનો પણ ઉતમ સહયોગ પ્રાપ્‍ત થઇ રહ્યો છે.

ગરબીમાં કોરીયોગ્રાફી મેશીક ક્રિએશન ના સંચાલક મેઘા વિઠ્‍લાણીના ટીમ મેમ્‍બર, વૈશ્નવીબેન, તેમજ અગ્રવતબેન દ્વારા પણ યોગદાન સાંપડેલ છે. ગરબીનું સંપૂર્ણ કોડીનેશન જયદિપગીરી. કે. ગોસ્‍વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૩.૧૬) 

(3:21 PM IST)