તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
નિખિલ એમ. પિલોજપરાને છબીકલા ક્ષેત્રે ર૦/૨૧નો ગુજરાત ગૌરવ પુરસ્કાર

રાજકોટ તા.૩૦: ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા છબીકલા (ફોટોગ્રાફી) ચિત્રકલા તથા શિલ્પ કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ૨૬ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલમાં યોજાય ગયો. જેમાં રાજકોટના નિખિલ એમ. પીલોજરા (મો. ૯૮૭૯૮ ૩૬૮૬૬)નું છબીકલા (ફોટોગ્રાફી) ક્ષેત્રે વિશિષ્ટ સન્માન કરાયું હતું. સાથે સાથે ર૪ કલાકારોની પાંચ પાંચ સુંદર કલાકૃતિનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્ય પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ફલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા ના હસ્તે તમામ ર૬ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રત્યેક કલાકારોને ૫૧,૦૦૦/- ની ધન રાશીનો ચેક સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા જ્યારે ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ તમામ કલાકારોને સાલ ઓઢાડી સન્માનિત કરી અને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય લલિતકલા ના શ્રી અનુપકુમાર પાંડે દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના શ્રી નિખિલ એમ. પીલોજપરાનું છબીકલા (ફોટોગ્રાફી) ક્ષેત્રે વિશિષ્ટ યોગ્ય દાન બદલ ગુજરાત રાજ્યનો ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
(2:12 PM IST)










