<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

રામદેવ પીરનો હેલો... ગરબાની રમઝટ...ખેલૈયાઓનો જોશ સહિયરની સફળતા

રાજકોટઃ સહિયર કલબમાં સંપુર્ણ સુવિધા અંતર ગરબા ઉત્‍સવનો રંગ પાંચમા નોરતે જ પરમીષ્‍ઠાએ પહોચ્‍યો  હતો. મહાકાળીવાળી દયાળી જ માં તું.... ડુંગરેથી ઉતર્યો વાય રે... કાન તારી મોરલીયે...કધ્‍છી ગીતો... રામદેવપીરનો હેલો.... જેવા પ્રાચીન ગીતો પર રાહુલ મહેતા તથા અપેક્ષા પંડયાએ શસની રંગત જમાવી હતી.

પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, જિલ્‍લા પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોષી, મહાપાલીકાના દંડક મનીષભાઈ રાડીયા, મહામંત્રી દેવેન્‍દ્રસિંહ ઝાલા તથા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાસોત્‍સવની પ્રશંસા કરી સહિયરની મહેમાનગતી માણી હતી. ૨૫ મા વર્ષના સેલીબ્રેશનમાં હિતેષ ઢાંકેચા, દર્શન ઢાંકેચાએ ટીમ સાથે મહાકાલેશ્વર ની આરતી રેમ્‍પ પર અનેક વાદ્ય સાથે વગાડી હતી. સહિયરની ગાડી તથા તાલ પ્રસ્‍તુતી કરી ત્‍યારે સહિયરનું ગ્રાઉન્‍ડ તાલીઓથી ગુંજી ઉઠયુ હતું. ત્રીજા મોજ મસ્‍તી દોરમાં જીલ એન્‍ટરટેનમેન્‍ટ સાથે તેજસ શિશાંગીયાએ હુડો, ટીમલી, વિઠ્ઠલ વિઠ્ઠલ ધુન તથા બોલીવુડ તડકા જેવા ગીતો પર ખેલૈયાઓને ઝુમાવ્‍યા હતા.

સહિયરના ઉપપ્રમુખ ચંદુભા પરમાર તથા ઓર્ગેનાઈઝર રવિરાજસિંહ જાડેજાના જન્‍મદિવસે કેક કટીંગ સેરેમની યોજાઈ હતી. દોસ્‍તીના ગીતો માટે તેજસ શિશાંગીયાએ બંનેને સુરથી શુભકામના આપી હતી.

પ્રાચીન ગીતો પર ફાઈનલ દોર રાહુલ મહેતા તથા અપેક્ષા પંડયાએ કીબોર્ડ પ્‍લેયર રવિ ઢાંકેચા, હિરેન ખાખી, સાગર માંડલીયા તથા રવિભાઈ તથા ગણેશ સાઉન્‍ડના સથવારે ગાઈ ખેલૈયાઓને મોજ કરાવી હતી. ફાઈનલના અંતે વિજેતા પ્રિન્‍સ - પ્રિન્‍સેસ :- (૧) પ્રતિક ચાવડા - કિયા વાછાણી, કરન ડાભી- રચના જોષી, મોન્‍ટુ વાઘેલા - શ્રેયા મકવાણા, વિવેક પરમાર-જાનવી બોરીચા વેલડ્રેસ :- હીર ચંદારાણા - કવિતા પાટડીયા જુનિયરઃ કૃષ્‍ણરાજ ડોડીયા રિધ્‍ધી પરમાર, કૌશલ સાકરીયા કિંજલ ગોહેલ, રાજેશ સરીયા પંકતી તેલી વેલડ્રેસ - તેજ રાવલ - તનીષા બેડીયા - રોહીત સબાડ વિજેતા જાહેર થયા હતા.

વિજેતાઓને ઈનામો ચંદુભા પરમાર, રવિરાજસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, દિવ્‍યરાજસિંહ જાડેજા, કરણભાઈ ગજજર, રીધમ સભાયા, પિયુષભાઈ રૈયાણી, કૃષ્‍ણસિંહ જાડેજા, શ્‍યામભાઈ ડેર, પી.એસ.આઈ. વિવેકા ગોસ્‍વામી, દોલતસિંહ ડોડીયા, રાજુભાઈ કાનાણી, દિપકસિંહ પરમાર, કાનાજી ચૌહાણ, અનિશસિંહ પરમાર, જનકસિંહ સાકરીયા, સુરૂભા ડોડીયા, સહદેવસિંહ હેરમા, દેવેન્‍દ્રસિંહ સોલંકી, અનિરૂધ્‍ધસિંહ જાડેજાના હસ્‍તે અપાયા હતા.

બેસ્‍ટ ગ્રુપનું સ્‍પેશ્‍યલ પ્રાઈઝ ધ્‍વારીકાધીશ ગ્રુપને સુરેન્‍દ્રસિંહ વાળા તથા સેકન્‍ડપ્રાઈઝ કટારીયા નેકસા ગ્રુપને પ્રોજેકટ હેડ ક્રિષ્‍નપાલસિંહ વાળાના હસ્‍તે અપાયું હતું.

(3:11 PM IST)