<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા પ્રશ્‍ને છાત્ર દિવ્‍યરાજસિંહ અને તેના પિતા અને બહેન પર હુમલો

યુવાનની ભકિતનગર પોલીસમાં પાડોશી સંજય બોરીચા, તેનો પુત્ર અને : પુત્રી તથા દેવાયત બોરીચા, મનુ બોરીચા તથા અન્‍ય પટેલ સામે ફરિયાદ

રાજકોટઃ તા.ર૭, એંસી ફૂટ રોડ પર આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા પ્રશ્‍ને યુવાન તથા તેના પિતા અને બહેનને ઘરની સામે રહેતા પરિવારના છ શખ્‍સોએ ઝઘડો કરી માર મારતા ફરિયાદ થઇ  છે.

મળતી વિગત મુજબ એંસી ફૂટ રોડ પર આવેલી ગુરૂકૃપા સોસાયટી શેરી નં. ૧ માં રહેતા દિવ્‍યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા (ઉ.વ.૧૯) એ ભકિતનગર પોલીસ મથકમાં ગુરૂકૃપા સોસાયટી શેરી નં. ૧ માં રહેતા સંજય બોરીચા તેનો પુત્ર અને તેની પુત્રી તથા દેવાયત બોરીચા, મનુ બોરીચા, અજય પટેલ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. દિવ્‍યરાજસિંહે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ‘ હું ધોરણ-૧ર માં અભ્‍યાસ કરૂ છું. પરમદિવસે હું તથા મારા બહેન બંશ્રીબા બંને બુલેટ લઇને મારા ઘરેથી બહાર જતા હતા અને હું મારા બહેન ઘરની બહાર આવે તેની રાહ જોતો હતો ત્‍યારે મારા ઘરની સામે રહેતા દેવાયત બોરીચા અને સંજય બોરીચા બંને મારી પાસે આવીને કહેલ કે ‘કેમ સામુ જોવે છે' તેમ કહી મારી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્‍યા હતા તે દરમ્‍યાન મનુ બોરીચા અને સંજય પટેલ બંને લાકડાનો ધોકો લઇને આવી મને માર મારવા લાગ્‍યા હતા, બાદ  સંજય બોરીચાનો પુત્ર અનેપુત્રી બંને આવીને મારી સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા મારા પિતા અને બહેન બંને મને બચાવવા માટે  વચ્‍ચે પડતા બંને સાથે ઝઘડો કરી માર મારી ઇજા કરી હતી, આ ઝઘડામાં મોબાઇલ અને બુલેટમાં પણ નુકશાન કર્યુ હતું આસપાસના લોકો એકઠા થઇ જતા ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં  ખસેડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એન. વસાવાએ તપાસ હાથ ધરી છે.

(2:55 PM IST)