<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગોંડલ રોડ ડી માર્ટ સામે ક્રિકેટ મેચુપર સટ્ટો રમતો શખ્‍સ પકડાયો

પીસીબીના એ.એસ.આઇ. મયુર પાલરીયાની બાતમી

રાજકોટ તા. ર૭: ગોંડલ રોડ પર ડી-માર્ટની સામે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ ડી-માર્ટની સામે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી ગોંડલ રોડ ડી-માર્ટની સામે મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બલભદ્રસિંહ ગજરૂભા રાણા (રહે. ગોંડલ રોડ, રામનગરમાં બાલકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ)ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:34 PM IST)