તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
શ્રીનાથજી સોસાયટીમાં ગાળો બોલવા મામલે બે કુટુંબી ભાઇઓ પર હથોડીથી હુમલો
મુળ યુપીના અંકુશ અને જતનાથને માથામાં ઇજા થતાં સારવારમાં

રાજકોટ તા. ૨૭: શહેરના મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં મુળ યુપીના બે યુવાન પર પડોશીએ હથોડીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતો અંકુશ રામપ્રવેશ ચોૈહાણ (ઉ.વ.૧૮) અને તેનો કુટુંબી ભાઇ જતનાથ છોટેલાલ ચોૈહાણ (ઉ.વ.૨૫ા સવારે ઘર પાસે હતાં ત્યારે નગેન્દર ચોહાણ, ધર્મેન્દ્ર ચોૈહાણ, કિશન અને ગોલુએ હુમલો કરી ઢીકાપાટુ તેમજ હથોડીથી માર મારતાં બંને લોહીલુહાણ થઇ ગયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને બધાને છોડાવ્યા હતાં.
ઘાયલ થયેલા અંકુશ અને જતનાથને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. અંકુશ અને જતનાથ મુળ યુપીના વતની છે અને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. ગોલુએ રાતે ગાળો દીધી હોઇ આ બાબતે સવારે તેને સમજાવતાં ગોલુ સહિતના ઉશ્કેરાઇ ગયા હતાં અને હથોડીથી હુમલો કર્યો હતો.
(2:52 PM IST)










