<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ભુજ મર્કેન્‍ટાઇલ બેંકની ઉંચી ઉડાનઃ કાલે રાજકોટ બ્રાંચનું ઉદ્‌ઘાટનઃ સોમવારથી સેવાનો કરશે પ્રારંભ

૯૦૦ કરોડથી વધુનો બિઝનેસઃ ૧૦ શાખાઓઃ ૧૦,૦૦૦ શેરધારકોઃ ૫૦,૦૦૦ ગ્રાહકોઃ ૩૫૦ કરોડનું ધિરાણઃ અનેક એવોર્ડ મળ્‍યા છે : અદ્યતન ટેકનોલોજી સાથે ગ્રાહકોને સુવિધાઓઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા બેંકના ચેરમેન અને સીઇઓ મનોજભાઇ લેકિનવાલાઃ સીઇઓ મનોજગોર

રાજકોટ  તા.૨૭: બૃહદ કચ્‍છ મુંબઈમાં પોતાની શાખા શરૂ કરી મલ્‍ટીસ્‍ટેટ બેન્‍ક બનેલી કચ્‍છની ઘી ભુજ મર્કન્‍ટાઈલ બેન્‍ક  મહારાષ્ટ્ર બાદ  રાજકોટમાં શાખા સ્‍થાપવા જઈ રહી છે. ૨૮મી સપ્‍ટેમ્‍બરના સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને  કચ્‍છ-મોરબીના સાંસદ  વિનોદભાઈ ચાવડા અને રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્‍થિતિમાં નવનિર્મિત શાખાનું ઉદઘાટન કરવામાં આવશે. આ શાખામાં બેન્‍કિંગ કામગીરી તા. ૨૯ને સોમવારથી થશે. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી અને રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ.બેન્‍કના ચેરમેન  જયેશભાઇ રાદડિયા,  રાજકોટ સાઉથના ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલારા, રાજકોટ વેસ્‍ટના ધારાસભ્‍ય શ્રી દર્શિતા શાહ, રાજકોટ ઇસ્‍ટના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડ, આસ્‍થા ગ્રુપના હર્ષદભાઈ માલાણી, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી,  રાજકોટ પીપલ્‍સ કો-ઓપ. બેન્‍કના એમ,ડી.શામજીભાઈ ખુંટ ઉપસ્‍થિત રહેશે તેવું બેન્‍કના ડાયરેક્‍ટર અને સીઈઓ CA મનોજભાઈ લેકિનવાલાએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગ્રાહક સેવા અને સંતોષની શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરી ધ્‍યેય સારી ગુણવત્તાની ગ્રાહક સંભાળ સાથે ગ્રાહક-કેન્‍દ્રિત આબેહૂબ બેંકિંગ સેવાઓ પ્રદાન થકી વ્‍યાજબી નફાના ઉદ્દેશ સાથે CA મહેન્‍દ્ર મોરબીયા દ્વારા તારીખ ૧૫.૦૫.૧૯૯૫ ના રોજ બેન્‍કની સ્‍થાપના કરવામાં આવી હતી.  સ્‍થાપક અને ફાઉન્‍ડર ચેરમેન મહેન્‍દ્ર મોરબીયા કે જેઓ વ્‍યવસાયે ચાર્ટર્ડ  એકાઉન્‍ટન્‍ટ  છે તેમને અને તેમના સાથીદારો  દ્વારા આ બેન્‍ક નો મજબૂત પાયો નાખી બેન્‍કને આર્થિક રીતે સદ્ધર કર્યા બાદ બેંક દ્વારા મુંબઈ સ્‍થિત એક સહકારી બેન્‍કના સફળ મર્જર થકી મલ્‍ટીસ્‍ટેટ બેન્‍ક તરીકેનો દરજ્‍જો હાંસલ કરેલ છે.

બેન્‍કની હાલમાં ગુજરાતમાં  ભુજમાં ૩ શાખાઓ, માધાપર, નખત્રાણા, ગાંધીધામ, અંજાર અને અમદાવાદ મળી કુલ ૮ શાખાઓ અને મુંબઈ માં ૨ શાખાઓ સાથે કુલ ૧૦ શાખાઓ અને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્‍યનું કાર્યક્ષેત્ર ધરાવે છે. હાલમાં બેન્‍ક ૧૦,૦૦૦થી વધુ શેરધારકો અને ૫૦,૦૦૦ જેટલા ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે.

બેન્‍કની શેરમૂડી રૂપિયા ૭.૫૯ કરોડ અને ચોખ્‍ખું નેટવર્થ રૂપિયા ૭૨  કરોડ કરતાં વધુનું છે. આરબીઆઇ દ્વારા બેન્‍ક ને પોતાની માલિકીની ૧૨% મૂડી રાખવાની જરૂરિયાત સામે બેન્‍કની માલિકીની મૂડી ૨૧.૬૪% છે. ગત નાણાકીય વર્ષમાં બેન્‍ક દ્વારા ૧૨% ડિવિડન્‍ડની ચુકવણી કરેલ છે.

બેન્‍કના બિઝનેશ માં રૂપિયા ૯૦ કરોડ કરતાં વધુના વધારા સાથે હાલે બિઝનેસ રૂપિયા ૯૦૦ કરોડ કરતાં વધુ છે. બેન્‍ક હાલમાં ડિપોઝિટ ઉપર ૦૮.૫૦ર્%ં વ્‍યાજની સુવિધા સાથે વિવિધ વિકલ્‍પો ઉપલબ્‍ધ છે.  ૫ લાખ સુધીની ડિપોઝિટ વીમાથી સુરક્ષિત છે.

ગ્રાહકોની સવલત માટે બેન્‍ક દ્વારા સવારે ૦૯:૩૦  થી ૫ વાગ્‍યા સુધીની અવિરત બેન્‍કિંગ સેવાઓ આપવામાં આવે છે.

ધિરાણ અને એનપીએઃ બેન્‍કનું કુલ ધિરાણ રૂપિયા ૩૫૦ કરોડનું છે અને ગ્રોસ NPA ૨.૬% અને નેટ NPA ૦% છે. તેની સામે BDDR  ફંડ રૂપિયાઃ ૧૦ કરોડથી વધારે છે.    કાયદાકીય તમામ ખર્ચ અને જોગવાઇઓ બેન્‍કે ગત નાણાકીય વર્ષમાં ચોખ્‍ખો નફો રૂપીયા ૪.૯૨ કરોડ નો કરેલ છે. 

૨૦૦૮માં, બેંકને દેશની નંબર ૧ બેંક તરીકેનો પ્રતિષ્ઠિત પુરસ્‍કાર મળ્‍યો હતો, જે તેના ઉત્‍કૃષ્ટ પ્રદર્શન અને નાણાકીય સ્‍થિરતાનું પ્રમાણ છે. આ અવસરે, તત્‍કાલીન માનનીય મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ બેંકને વ્‍યક્‍તિગત રીતે અભિનંદન પાઠવ્‍યા હતા.

BMCB બેંક ભારતમાં સૌપ્રથમવાર ૩૬૫ દિવસ ૨૪ કલાક નોન-સ્‍ટોપ બેંકિંગ, ટેલિબેંકિંગ, અને ૧૯૯૯માં ગુજરાતનું સૌપ્રથમ ATM જેવી સેવાઓ શરૂ કરીને ડિજિટલ બેંકિંગમાં અગ્રેસર રહી છે. હાલમાં બેન્‍ક દ્વારા RTGS/NEFT ની Free સેવા ૨૪ x ૭ આપવામાં આવે છે. UPI અને Mobile Banking ની તમામ પ્રકારની સેવા કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર પૂરી પાડવામાં આવે છે. તમામ પ્રકારના સરકારી ચુકવણાની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. 

WhatsApp Banking and Statement by Email ની સેવા પણ ઉપલબ્‍ધ છે. બેન્‍કને આરબીઆઇ દ્વારા ડોર સ્‍ટેપ બેન્‍કિંગ એટલેકે બેન્‍ક તમારા આંગણેની સુવિધાની મંજૂરી આપેલ છે.

બેન્‍કનો  મુખ્‍ય ધ્‍યેય હંમેશા ગ્રાહક સેવાને સુધારવાનો અને નવા ગ્રાહકોને આકર્ષવાનો રહ્યો છે. બેન્‍ક  ચાર્જ-લેસ બેંકિંગ સેવાઓ માટે જાણીતી છે સાથોસાથ બેન્‍કના ડિપોઝિટર અને અન્‍ય સ્‍ટેક હોલ્‍ડર ના વિશાળ હિત ને ધ્‍યાનમાં રાખી ઉચ્‍ચ નફો અને નેટ-વર્થ જાળવી રાખવા માટે બેન્‍ક સતત પ્રયત્‍નશીલ છે.  બેન્‍ક ના ગ્રાહકોને ઉત્તમ સામાજિક સેવાઓ પૂરી પાડીને, બેન્‍ક  સમાજમાં પણ સકારાત્‍મક પ્રતિસાદ મેળવેલ છે.  બેંકની આંતરિક કામગીરી અને નિયંત્રણોનું અસરકારક રીતે સંચાલન કરવામાં આવે છે.

રાજકોટમાં શાખા ખોલવીએ બેન્‍ક માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે એમ કહેતા બેન્‍કના ફાઉન્‍ડર ચેરમેન CA મહેન્‍દ્ર મોરબીઆએ જણાવ્‍યું હતું કે, બેન્‍કના હજારો શેર ધારકો અને લખો ગ્રાહકોને ઝડપી અને સસ્‍તું ધિરાણ પૂરું પડીને વેપાર વ્‍યવસાય અને ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા માટે બેન્‍ક કટિબદ્ધ રહેશે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. બેન્‍ક ટૂંક સમયમાં જ આમોદ નાગરિક સહકારી બેન્‍ક લિમિટેડ ( આમોદ , ભરૂચ ) ને પણ ભુજ બેંકમાં મર્જર કરવા માટે આર.બી.આઈ.ની મંજૂરી મેળવવા કાર્ય્રરત છે. એમ બેન્‍કના ચરમેન ઘ્‍ખ્‍ મનોજભાઈ લેકિનવાલા અને બેન્‍કના મુખ્‍ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મનોજ ગોર દ્વારા જણાવાયું છે.આ પત્રકાર પરિષદમાં બેન્‍કના જનરલ મેનેજર CA સ્‍મિત મોરબીઆ અને કેતનભાઈ મિરાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:35 PM IST)