તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Saturday, 27th September 2025
પૂ.કલ્યાણમુનિજી મ.સા.નો સંથારો સીજ્યોઃ કાલે ગુણાનુવાદ
પૂ.રાજેશમુનિજી મ.સા.ના નવદિક્ષીત શિષ્યરત્ન અનસન આરાધક : પાલખીયાત્રામાં જય જય નંદા, જય જય ભદ્રાના નાદ સાથે ભાવિકો જોડાયા

રાજકોટ તા.૨૭: પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના નવદીક્ષિત શિષ્યરત્ના બા.બ્ર. પરમ પૂજ્યશ્રી કલ્યાણમુનિજી મહારાજસાહેબની અનશન તપની અતિ દુષ્કર અંતિમ આરાધના શ્રી સંભવનાથ સંઘમાં ચાલી રહેલ હતી. અનશન આરાધક નવદીક્ષિત મહારાજસાહેબને તા. ૨૬ સપ્ટેમ્બર,શુક્રવારના રોજ ઉપવાસનો ૪૬મો દિવસ રહેલ. અનશન આરાધક મુનિભગવંતની આજીવન અનશન તપની અંતિમ આરાધના અતિ દુર્લભ માનવભવને સાર્થક કર્યાના અવિરત આનંદ અને પ્રસન્ન ચિત્તે સંપૂર્ણ જાગળતિમાં સમતાભાવમાં રમણતા કરતા, અનંત ઉપકારી ‘‘પૂજ્યશ્રી રાજગુરુભગવંત'' એવમ્ રત્નાધિક મુનિભગવંતો તથા શ્રીસંઘની ઉપસ્થિતિમાં તા. ૨૬ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ રાત્રે ૮.૧૦ આસપાસ સંપન્ન થયેલા છે.
સંથારા સાધક શ્રી કેતનભાઈ દલીચંદભાઈ દસાડીયા (ઉ.વ. ૬૩)ને ૧૨ ઓગસ્ટ, ઉપવાસનો પ્રથમ દિવસ હતો. સંવત્સરીના પાવન દિવસે ૧૬ ઉપવાસ પૂજ્ય ગુરુભગવંતની નિશ્રામાં શ્રી સંભવનાથ સંઘમાં પૂર્ણ કરેલ. પૂજ્યશ્રી ગુરુભગવંતે આગળ શું ભાવ છે તેમ પૂછતા શ્રી કેતનભાઈએ ત્રીજો મનોરથની (સંથારાની) ભાવના વ્યકત કરી ઉપવાસ ચાલુ રાખ્યા. શ્રી કેતનભાઈની દૃઢતા જોઇ ૩૦ ઓગસ્ટે પૂજ્ય ગુરુભવંતે ૧૯માં ઉપવાસના દિવસે સાગારી સંથારાના પચ્ચક્ખાણ ગ્રહણ કરાવ્યા અને તેઓ જાગળત અવસ્થામાં એક-એક દિવસનો સંથારો ઉમેરી આગળ વધ્યા. શ્રી કેતનભાઈ પૂજ્ય ગુરુભગવંત પાસે બીજા મનોરથ (દીક્ષા)નો ભાવ વારંવાર રજૂ કરતા હતા. પૂજ્ય ગુરુભગવંતે અનંતી કળપાકરી શ્રી કેતનભાઈની આ ભાવના પૂર્ણ કરી અને ૧૯ સપ્ટેમ્બર, ના રોજ જૈન ભાગવતી દીક્ષા પૂજ્યશ્રી રાજગુરુભગવંતના શ્રીમુખે અંગીકાર કરીને ગોંડલ ગચ્છના ‘‘જશ'' પરિવારના નવદીક્ષિત બા.બ્ર. પરમ પૂજ્યશ્રી કલ્યાણમુનિજી મહારાજસાહેબ બનેલ-
તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાશેલ મળત્યુને મહોત્સવ બનાવનારી ઉગ્ર એવમ્ ઉત્તમ વિશિષ્ટ સાધના-આરાધના કરનાર બા.બ્ર. પરમ પૂજ્યશ્રી કલ્યાણમુનિજી મહારાજસાહેબના સંથારા દરમ્યાન હજારો જૈન-જૈનેત્તરોએ પૂજ્યશ્રીના દર્શનનો લાભ લીધેલ. એક સાધક આત્માએ મળત્યુને આહવાન આપ્યું, દેહ અને આત્માનું ભેદજ્ઞાન દૃઢ કર્યું, શરીર અને કષાયોને કળશ કરવાનો ભવ્ય પુરુષાર્થ કર્યો, મળત્યુને મહોત્સવ બનાવ્યો; એ જોઈ-જાણી ભાવિકોએ સંથારા સહિતનું પંડિત મરણ જ શ્રેષ્ઠ છે, એવી શ્રદ્ધા-પ્રરૂપણા કરવાનો નિર્ધાર કર્યો.
સ્વ. બા.બ્ર. પરમ પૂજ્યશ્રી કલ્યાણમુનિજી મહારાજસાહેબની પાલખીયાત્રામાં તા. ૨૭ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૭.૪૫ કલાકે પૂરા અહોભાવ સાથે સેંકડો ભાવિકોએ ‘જય જય નંદા... જય જય ભદ્રા...'ના નારા સાાથે શ્રી સંભવનાથ ઉપાશ્રયથી શહેરના રાજમાર્ગોથી રૈયા સ્મશાનગળહે પગપાળા પ્રયાણ કરેલ.
આજીવન અનશન આરાધક બા.બ્ર. પરમ પૂજ્યશ્રી કલ્યાણમુનિજી મહારાજસાહેબની ગુણાનુવાદ સભા પૂજ્ય ગુરુભગવંત આદિ ભગવંતોની શુભ નિશ્રામાં કાલે તા. ૨૮ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી સંભવનાથ સંઘના આંગણે નંદ પરિસર એપાર્ટમેન્ટ, RMC ગાર્ડન સામે, દર્શન પાર્ક મેઈન રોડ, સાધુ વાસવાણી શાક માર્કેટ સામેનો રોડ, રાજકોટ રાખેલ છે. તેમ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિラરાજકોટના સહપ્રમુખ પરેશભાઈ પટેલે યાદીમાં જણાવેલ છે.
(11:45 AM IST)










