<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

રેલનગર ભક્‍તિપાર્કના નિવૃત ફોૈજી ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમાનું મૃત્‍યુ

અગાઉ સિવિલમાં સિક્‍યુરીટી ગાર્ડ હતાં: ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: રેલનગરમાં રહેતાં નિવૃત ફોૈજીની તબિયત બગડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં મૃત્‍યું થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. આ નિવૃત આર્મીમેન સિવિલ હોસ્‍પિટલમાં પણ થોડા મહિના પહેલા ફરજ બજાવી ચુક્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર ભક્‍તિ પાર્કમાં રહેતાં ધર્મેન્‍દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા (ઉ.વ.૫૮)ને તબિયત બગડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં મગજનની ગાંઠ હોઇ સ્‍ટ્રોક આવ્‍યાનું નિદાન થયું હતું.  સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર ધર્મેન્‍દ્રસિંહ નિવૃત આર્મીમેન હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. અગાઉ તેઓ સિવિલ હોસ્‍પિટલમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં.

બીજા બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે ઘનશ્‍યામનગર-૫માં રહેતાં ભાવનાબેન કરમણભાઇ પટોડીયા (ઉ.વ.૪૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. પહેલેથી જ મનોદિવ્‍યાંગ હોવાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:38 AM IST)