<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

વ્‍યકિત સાથે દેશભકિતનો સંગમ સહિયર રાસોત્‍સવમાં માઁના ગરબા પર ઉડી ઉડીને રમતા ખેલૈયાઓ

પ્રેક્ષકોની પૈસા વસુલની લાગણી લેઝર શો નો અદભૂત નઝારો

રાજકોટઃ શહેરની પ્રતિષ્ઠીત સહિયર કલબ આયોજીત સહિયર કલબ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે ૨૪ વર્ષની સફળતા બાદ ૨૫ મા વર્ષમાં સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. માં ની આરાધના ના ચોથા નોરતે રપ મા વર્ષની ઉજવણી કરતા ભવ્‍ય લેઝર શો આયોજીત થયો હતો. સહિયરના વિશાળ પ્રાંગણમાં આકાશ વિવિધ લેઝર ડીઝાઈનથી શોભિત થયું હતું. 

કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ઘનશ્‍યામભાઈ હેમભા, રશૈલેષભાઈ ડાંગર, ચેતનભાઈ શમાણી, જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, હેતરાજ પાઠક (વડાલીયા ફુડસ), રાજભાઈ ગોંડલીયા (જય ગણેશ ઓટો), શિલ્‍પાબેન પૂજારા (કોમલ હેન્‍ડીક્રાફટ), ચીફ ઓફીસર દવે , ડેપ્‍યુટી ફાયર ઓફીસરશ્રી  અશોકસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ, યજ્ઞદિપસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, દીગુભા (લંડન) ઉપસ્‍થિત રહયા હતા.

રાસની રમઝટ બોલાવતા ગરબા કિંગ રાહુલ મહેતા એ સીકસ સ્‍ટેપમાં રમઝટ બોલાવતા છલડો, હેલો અને કરદી પેટર્ન પર માતાજીના ભેડીયા સાથે દેશભકિત ગીતો પર ખેલૈયાઓને ઝુમાવ્‍યા હતા. લોકગાયીકા અપેક્ષા પંડયાએ ટીમલી અને ટીટોટા પર રાસે રમાડી ખેલૈયાઓના દીલ જીત્‍યા હતા.

સ્‍ટેજનું સંચાલન  ઉદઘોષક, ગાયક તેજસ શિશાંગીયા પોતાની વાણીથી શોભાવી રહયા છે. જીલ એન્‍ટરટેનમેન્‍ટ સંગીત ગ્રુપ સાથે આંતરાષ્ટ્રીય કલાકાર હિતેશ ઢાંકેચા તથા ઢાંકેચા બ્રધર્સ ટીમ તાલની જમાવટ કરી રહયા છે.

ડી. જે. અમર, ડી. જે. પુરોહીત તથા વી.ડી.જે. નીકક્‍સ ધ્‍વાશ ભગવા ગીતો પર લેઝર શો નો આનંદ કરાવ્‍યો ત્‍યારે પ્રોજેકટ હેડ ક્રિષ્‍નપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા પ્રકાશભાઈ કણસાગરા, શ્રી સમ્રાટ ઉદેશી, ધૈય પારેખ. કુણાલભાઈ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવિરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી ,દીપકસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, ભરતભાઈ વ્‍યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર, એહમદ સાંધ, ડો. ઈન્‍દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા. નિલેશભાઈ તુરખિયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડયા સહિત તમામ આયોજકોએ લેઝર શો માણ્‍યો હતો.

સીનીયર પ્રિન્‍સ - પ્રિન્‍સેસ :- નિખીલ ગોહેલ- મહેક પૂજાણી, અર્જુન આહીર-ધ્રુવી ખેતીયા, મહેશ પરમાર-માહી રાજદેવ, સાગર ઝીંઝુવાડીયા-ઉર્વીશા રાઠોડ, કરન પીઠડીયા અમી ત્રીવેદી વેલડ્રેસ :- આયુષ માંડલીક - તૃપ્તી ચૌહાણ જુનિયરઃ અક્ષીત રાઠોડ મહીમા મકવાણા, રૂદ્ર અગ્રાવત સરગમ સોજીત્રા, નંદન શીયાળ યશ્‍મી ટાંક.

વેલડ્રેસ - મંથન, મીથીલ - પ્રિયાંશી ગોહેલ વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ગાયક રાહુલ મહેતા, અપેક્ષા પંડયા, સમ્રાટ ઉદેશી, જયદીપ રેણુકા, પી.એસ.આઈ. કોડીવાર, પી.એસ.આઈ. રાજદીપસિંહ ગોહીલ, ઢાંકેચા બ્રધર્સ, હિતેશભાઈ ઢાંકેચા, દર્શન ઢાંકેચા, ગણેશ સાઉન્‍ડ રોહિત વાડોદરીયા, રવિ ઢાંકેચા, હિરેન ખાખી, સાગર માંડલીયા, રવિભાઈ, રાજ ગોંડલીયા (જય ગણેશ), વિનયભાઈ, મહેશભાઈ ધામેચા, હર્ષ ધામેચા તથા ગીર વિલા રીસોર્ટ સરમનભાઈ ઝાલા, દિવ્‍યરાજસિંહ ચુડાસમા, રાજુભાઈ કીકાણી, વિરેન્‍દ્રસિંહ ઝાલા, જીતેન્‍દ્રસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ઝાલા, કૃષ્‍ણસિંહ ઝાલા, પોલીસ કર્મી મયુરસિંહ જાડેજા, વનરાજસિંહ, હાર્દિક નાગ્રેચા, પ્રિયજીતસિંહ જાડેજા, મીલીપ ગોસ્‍વામી તથા શ્રીમતિ કાશ્‍મીરાબેન તેજસ શિશાંગીયા તથા કુ. ઉર્જાના હસ્‍તે ઈનામો અપાતા હતા.બેસ્‍ટ ગ્રુપનું પ્રાઈઝ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાના હસ્‍તે અપાયુ હતું.

(3:35 PM IST)