તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
ગોંડલ જવાનું કહી કાકાના ઘરેથી નીકળ્યા બાદ સુનિલ બસ સ્ટેશનમાંથી લાપતા
રૈયાધાર મફતીયાપરા કાકાના ઘરે આવ્યો તોઃ એ-ડીવીઝન પોલીસે તપાસ હાથધરી

રાજકોટઃ તા.ર૬, શહેરના એસ.ટી. બસ સ્ટેશનમાં ગોંડલ જવા માટે નીકળેલા ગોંડલનો કોલેજીયન યુવાન લાપતાથતા એ-ડિવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ ગોંડલમાં જામવાડીમાં રહેતો સુનિલ કમલેશભાઇ સોલંકી (ઉ.વ.ર૦) રાજકોટમાં રૈયાધાર, મફતીયાપરામાં રહેતા કાકાના ઘરે આવ્યો હતો. ચાર દિવસ પહેલા સુનિલ ગોંડલ જવા માટે તેના કાકાના ઘરેથી નીકળ્યો હતો. તેના કાકા તેને એસ.ટી.બસ સ્ટેશન મુકીને જતા રહ્યા હતા, સુનિલ ગોંડલ પોતાના ઘરે ન પહોંચતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ તેની શોધ-ખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના કાકા સુરેશભાઇ સોલંકીએ એ-ડિવીઝન પોલીસમાં જાણ કરતા એ.એસ.આઇ. બી.વી. ગોહિલે તપાસ હાથ ધરી છે. સુનિ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે કાળા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેના ડાબા હાથમાં કૃષ્ણભગવાનનું ટેટુ ત્રોફાવેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ફોનનં. ૬૩૫૯૬ ૨૭૪૩૬ ઉપર સપર્ક કરવા જણાવાયું છે.
(3:35 PM IST)










