<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

કેસરીયો રંગ તને લાગ્‍યો અલ્‍યા ગરબા પર ‘અકિલા' રઘુવંશી બીટ્‍સમાં રાસ રસીયાઓએ જગાવી રંગત

બોલીવુડના યુવા કલાકાર અને મુળ રાજકોટના પ્રિત કામાણીએ ખેલૈયાઓમાં જોમ ચડાવ્‍યું ટીંબડી, મંડળી ગરબા સહિત અનેક નવી ગરબાની સ્‍ટાઈલના તાલે યુવાપન મનમુકીને રાસ-તરબોળ થયું

રાજકોટઃ યુવા ગ્રુપ અકિલા રઘુવંશી બીેટસ નવરાત્રી મહોત્‍સવમાં ચોથા નોરતે અત્‍યંત રસાકસીલરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપ-એમાં પ્રિન્‍સ તરીકે નમન પુજારા, હિતાર્થ ઠક્કર, જિયાન તન્ના તથા પ્રિન્‍સેસ તરીકે જેસિકા ભીમજીયાણી, જીયા બોરિયા, નિષ્ઠા વિઠ્ઠલાણી વિજેતા બન્‍યા હતાં તથા વેલડ્રેસ તરીકે પ્રેમ મદલાણી, તથા ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે બ્રિજ ચંદારાણા, પાવન ગણાત્રા, સોયમ આડઠક્કર તથા પ્રિન્‍સેસ તરીકે પૂજા કોટક, ખુશી સૂચક, બસી યોગી વિજેતા બન્‍યા છે તથા સી-ગ્રુપ માં પ્રિન્‍સ તરીકે જગદીશભાઈ કોટક તથા પ્રિન્‍સેસ તરીકે ક્રિષ્‍નાબેન મારડિયા, ઇન્‍દુબેન ગણાત્રા, નિમીષાબેન પુજારા વિજેતા બન્‍યા હતાં.

બોલીવુડના સુપ્રસિધ્‍ધ યુવા કલાકાર અને મુળ રાજકોટના વતની એવા પ્રિત કામાણી ઉપસ્‍થિત રહયાં હતા જેમણે નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાનું આગવી સ્‍થાન જમાવ્‍યું છે અને અનેક વેબસીરીઝ તથા હાલમાં જ તેમની ફિલ્‍મ હીર એકસપ્રેસ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. પ્રિત કામાણી અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સર્વં ખેલૈયાઓ સાથે મનમુકીને ગરબે રમ્‍યા હતા અને કેમ છો રાજકોટ કહીને સૌ ખેલૈયાઓને જણાવ્‍યું હતું કે હું ભલે મુંબઈમાં રહેતો હોય પણ હું રાજકોટનો દિકરો છુ અને હું રાજકોટને ભુલ્‍યો નથી.

ચોથા નોરતે ખેલૈયાઓ દાંડીયા ડેકોરેશનની સ્‍પર્ધાનું પૂર્વી ભોજાણી, કાજલ ઠકકર, ધ્રુવી સામાણી, તત્‍સત દવે વિજેતા બન્‍યા હતા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા, ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે., મોતી વેરાણા ચોકમાં, આશોની અજવાળી રાત, માં પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી, ઝુલણ મોરલી વાગી રે, પંખીડા તું ઉડી જાજે, ચોટીલાના ડુંગરે ચામુંડા,ગોરી રાધાને કાળો કાન, તારા વિના શ્‍યામ વિગેરે ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડ મા હજારો ખેલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે. સજજડ પાર્કીંગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકૂળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી રહ્યાં છે. સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

ચોથા નોરતે અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સર્વં ના માનવંતા મહેમાનો કિશોરભાઈ રૂપારેલીયા, શીતલબેન રૂપારેલીયા વિનુભાઈ ચંદારાણા, રીનાબેન ચંદારાણા, ધવલભાઈ પારેખ(યશ બેંક ઝોનલ હેડ), ડો. જયેશભાઈ પટેલ, ડો. અનીતાબેન પટેલ, નોબીલીસ હોસ્‍પિટલ), તૃષ્ટિબેન પટેલ, નિશાંતભાઈ અઢીયા, રાજુભાઈ દાવડા, હેતલબેન દાવડા, રાજેશભાઇ જટણીયા, સંગીતાબેન જટણીયા, રચનાબેન રૂપારેલ, વિશાલભાઇ ભટ્ટ, નમ્રતાબેન ભટ્ટ, નયનભાઈ પંજવાણી, જીજ્ઞાબેન પંજવાણી, અર્જુનભાઇ કેસરીયા, અંજલીબેન કેસરીયા ઉપસ્‍થિત રહયાં હતાં.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઇ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઇ દાવડા, રઘુરાજ, રૂપારેલીયારૂ પારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઇ ખખ્‍ખર તથા ઉત્‍સાહી અને સાથી ટીમ ખૈલૈયાઓને દરરોજ નવી થીમ પર ગરબે ઘુમવા મજબુર કરી રહ્યાં છે. વિશેષ માહિતી માટે મો. ૯૫૭૪૩૩૯૩૩૯, મો. ૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩ ૨૭૭૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

(3:34 PM IST)