તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
બેડીનાકા પાસે બે મિત્રોને માર મારી છરી બતાવી એક્ટીવા, મોબાઇલ લૂંટનો ભેદ ખુલ્યો
એ-ડિવીઝન અને એલસીબી ઝોન-૨ ટીમે ભગવતીપરાના નવાઝ અને સગીરને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૨૬: બેડીનાકાથી રામનાથપરા સ્મશાન તરફ જવાના રસ્તે બે મિત્રોના ટુવ્હીલરને આંતરી ત્રણ શખ્સોએ છરી બતાવી માર મારી મોબાઇલ ફોન અને એક્ટીવા લૂંટી લીધા હતાં. આ બનાવનો ભેદ એ-ડિવીઝન પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી સગીર સહિત બે આરોપીને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બેડીનાકા ટાવર મરચા પીઠ દાવલશા પીરની દરગાહ પાસે રહેતાં મારફતશેખ રહશન શેખ (ઉ.વ.૨૦) તથા તેનો મિત્ર મિરાજુલ રહેમાન શેખ તા. ૨૨ના રાતે તેના શેઠ શેખ હાબીબભાઇનું એક્ટીવા જીજે૦૩કેએસ-૩૦૪૩ લઇને હાથીખાનામાં જમવાનું લેવા જવા નીકળ્યા ત્યારે કપીલા હનુમાનજી મેઇન રોડ પર બચુબાપા શેરડીવાળાની દુકાથી આગળ ગયા ત્યારે એકટ્ીવાને અન્ય એક કાળા રંગના એક્ટીવાના ચાલકે આંતરી ઉભુ રખાવ્યું હતું. આ એક્ટીવા પર ત્રણેક શખ્સો હતાં. બાદમાં પાછળ બેઠેલા એક શખ્સે નીચે ઉતરી આ બંને મિત્રોને મારકુટ કરી પછાડી છરી બતાવી રાડો પાડતો નહિ નહિતર મારી નાંખીશ તેમ કહી તેનો મોબાઇલ ફોન અને એકટીવા લૂંટી લીધા હતાં અને ભાગી ગયા હતાં.
આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે નવાબ સિકંદરભાઇ પઢીયાર (ઉ.વ.૨૦-રહે. ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસેની શેરી, ૨૫ વારીયા ધરમનગર) તથા એક સગીરને પકડી લૂંટેલુ એક્ટીવા, ગુનામાં વાપરેલુ એક્ટીવા, મોબાઇલ ફોન, છરી કબ્જે કર્યા છે. આ બંનેએ મોજશોખ માટે લુંટ કરી હોવાનું રટણ કર્યુ હતું. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇ ગઢવી, કરણભાઇ વીરસોડીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. કુલદીપસિંહ રાણા, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(3:31 PM IST)










