<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

શહેરમાં પ૧ શકિતપીઠના નામે વૃક્ષારોપણઃ કુલ ૮૪પ૧ છોડનું વાવેતર

મનપા દ્વારા નવરાત્રીમાં હરિયાળુ આયોજન સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયાના હસ્‍તે પ્રારંભ

રાજકોટ તા. ર૬ :.. પવિત્ર નવરાત્રી પર્વના દિવસોમાં ૫૧ શક્‍તિપીઠના નામથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના જુદા-જુદા ૧૭ સ્‍થળોએ ૫૧ શક્‍તિપીઠના નામથી વળક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે  સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫  અને સ્‍વછોત્‍સવ અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આજ તા.૨૬-  શુક્રવારના   સવારે ૧૦:૦૦ કલાકે ઝોન વાઈઝ વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ત્રણેય ઝોન સહિત શહેરના ૧૭ સ્‍થળોએ વળક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં, કુલ-૮૪૫૧ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું. જેમાં, ૫૧ શક્‍તિપીઠના નામથી  ૫૧ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું. આજ રીતે શહેરના અલગ અલગ કુલ પાંચ સ્‍થળે આગામી નવરાત્રી પર્વ દરમ્‍યાન ૫૧ શક્‍તિપીઠના નામથી  પાંચ પાંચ વળક્ષો વાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

સેન્‍ટ્રલ ઝોનમાં આવેલ ટી.પી.-૨૩, એફ.પી.-૭/એ (વન કવચ), સૂરાપૂરા દાદા મંદિર પાસે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર ખાતે વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સ્‍થાનિક કોર્પોરેટરઓ તેમજ વોર્ડના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતાં. 

ઇસ્‍ટ ઝોનમાં આવેલ રામવનના ર્પાકિંગ પાસેની જગ્‍યામાં વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં, સ્‍થાનિક કોર્પોરેટરઓ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સમીર ધડુક તેમજ વોર્ડના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.    

વેસ્‍ટ ઝોનમાં આવેલ ડ્રીમ સીટી પાસે, મવડી-કણકોટ રોડ અને ગાર્ડન પ્‍લોટ (મવડી ટી.પી.-૨૭, એફ.પી.-૩૦/એ), એવરેસ્‍ટ હિલ પાસે, મવડી-કણકોટ રોડ ખાતે વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સ્‍થાનિક કોર્પોરેટરોઓ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તેમજ વોર્ડના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.  

(2:45 PM IST)