<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

રાજકોટમાં નોકરીના બીજા જ દિવસથી જૂનાગઢના સ્‍મીત વ્‍યાસે ચોરી ચાલુ કરીઃ ૭.૧૬ લાખના ૯ લેપટોપ ચોર્યા

ભક્‍તિનગર સ્‍ટેશન રોડ પર કાઇઝન સિસ્‍મટ સોલ્‍યુશનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલ્‍યો : ડીસીપી રાકેશ દેસાઇની રાબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરીઃ ખાલી બેગ લઇ નોકરીએ આવતો અને સાંજે છુટતી વખતે ચોરી કરતો જતો હતોઃ સાત જેટલા લેપટોપ ૩૦-૩૦ હજારમાં વેંચી નાંખ્‍યા હતાં: એક લેપટોપ વેંચવા શાષાીમેદાન પાસે આવતાં ઝડપાઇ ગયો

રાજકોટ તા. ૨૬: શહેરના ભક્‍તિનગર સ્‍ટેશન રોડ પર રવીન ચેમ્‍બરમાં કાઇઝન સિસ્‍ટમ સોલ્‍યુશન નામની લેપટોપની દુકાનમાંથી રૂા. ૭,૧૬,૦૦૦ની કિંમતના ૯ લેપટોપ ચોરાઇ ગયા હતાં. આ ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી આ દૂકાનમાં જ થોડા દિવસ પહેલા નોકરીમાં જોડાયેલા જુનાગઢ સાયોનારા સોસાયટી-૨૧, મોતીબાગ ગેઇટ નં. ૨ની બાજુમાં રહેતાં  સ્‍મીત દર્શિતભાઇ વ્‍યાસ (ઉ.વ.૨૬)ની ધરપકડ કરી છે. એક લેપટોપની કિંમત આશરે ૯૫ હજાર જેવી છે. સ્‍મીતે આવા ૯ લેપટોપ પોતે બેગ લઇને નોકરી પર આવતો હોઇ તેમાં એક એક બબ્‍બે કરીને લઇ જઇ ચોરી લીધા બાદ ૩૦-૩૦ હજારમાં વેંચી દીધા હતાં. જે કબ્‍જે કરાયા છે.

જાણવા મળ્‍યા મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર મારૂતિનગર-૩માં રહેતાં વૈભવભાઇ હીમાંશુભાઇ ભટ્ટ (ઉ.વ.૪૪) નામના વેપારીએ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કાઇઝન સિસ્‍ટમ સોલ્‍યુશન નામની લેપટોપની દુકાનના સ્‍ટોરમાંથી રૂા. ૭,૧૬,૦૦૦ના ૯ લેપટોપ ચોરાઇ ગયા છે. શકમંદ તરીકે કર્મચારી સ્‍મીત વ્‍યાસનું નામ અપાયું હતું. એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમને માહિતી મળી હતી કે શાષાીમેદાન નજીક આરકેસી સ્‍કૂલની દિવાલ પાસે એક શખ્‍સ ઉભો છે અને તેની પાસે લેપટોપ છે તે સસ્‍તા ભાવે વેંચે છે. આથી બાતમીને આધારે તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ  સ્‍મીત વ્‍યાસ હોવાનું અને જુનાગઢનો વતની હોવાનું કહ્યું હતું.

આકરી પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે પોતે ગત ૧૧મી તારીખે ભક્‍તિનગર સ્‍ટેશન રોડ પર કાઇઝન સિસ્‍ટમ સોલ્‍યુશન નામની દૂકાનમાં નોકરીમાં જોડાયો હતો. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ ચોરી કરવાના ઇરાદે જ પોતે  આ નોકરીમાં રહ્યો હતો. નોકરીના બીજા જ દિવસે એટલે કે ૧૨મીએ દુકાનના સ્‍ટોરમાંથી એક લેપટોપ બોક્‍સમાંથી કાઢી પોતાની સાથેના બેગમાં રાખી દીધુ હતું અને નોકરી પુરા થયાના સમયે ચોરીને નીકળી ગયો હતો. આ પછી ૨૩/૯ સુધીના નોકરીના સમયગાળા દરમિયાન અવાર-નવાર તક જોઇ તે લેપટોપ ચોરી પોતાની સાથેના બેગમાં છુપાવી ચોરી જતો હતો. આ રીતે કુલ ૭,૧૬,૦૦૦ના ૯ લેપટોપ ચોરી ગયાનું તેણે કબુલ્‍યું હતું.

વધુ પુછતાછ કરવામાં આવતાં તેણે ચોરેલા નવમાંથી મોટા ભાગના લેપટોપ એક વેપારીને ૩૦-૩૦ હજાર લેખે વેંચી દીધા હતાં. પોલીસે ચોરાઉ લેપટોપ ખરીદનાર સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. વધુ તપાસ એ-ડિવીઝન પોલીસે હાથ ધરી છે. (૧૪.૭)

સ્‍મીતે અગાઉ વષાાપુરમાં પણ ૪ લેપટોપ ચોર્યા હતાં

* નવ લેપટોપની ચોરીમાં ઝડપાયેલા સ્‍મીત વ્‍યાસે પોલીસ પુછતાછમાં કબુલ્‍યું હતું કે અગાઉ વષાાપુર રોડ માનસી કર્સલ પાસે હેલ્‍યો સેન્‍ટ્રીંક્‍સ સિસ્‍ટમ નામની કંપનીમાંથી પણ ચાર લેપટોપની ચોરી કરી હતી

(2:03 PM IST)