તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
દેશી દારૂના દરોડાઃ રૂા. પ૦ હજારના દારૂ સાથે પિયુષ સહદેવ પકડાયા
સાધુવાસવાણી રોડ ઉપર કવાર્ટરમાં અને ગુલાબનગરમાં દરોડોઃ પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કોન્સ. વાલજીભાઇ જાડા અને હિરેનભાઇ સોલંકી તથા નગીનભાઇ ડાંગરની બાતમી

રાજકોટઃતા.રપ,શહેરના સાધુવાસવાણી રોડ પર આવાસના કવાર્ટર પાસે અને આજીડેમ નજીક ગુલાબનગરમાં પીસીબીની ટીમે બાતમીના આધારે બે દરોડા પાડી રૂા. પ૦ હજારની કિંમતના દેશી દારૂ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ બે વિસ્તારમાં દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રીજેશ ઝાએ સુચના આપતા પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ.એમ. આર.ગોંડલીયા તથા પીઆઇ. એમ. જે કવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજીયા સ્ટાફ સાથે પેટ્રોલી઼ગમાં હતા, ત્યારે હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા તથા કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરના કમ્પાઉન્ડમાં ઓરડીમાં દરોડો પાડી રૂા.ર૦ હજારનો ૧૦૦ લીટર દેશીદારૂ સાથે પિયુષ વિનુભાઇ ડોબરીયા,(ઉ.વ.ર૮) (રહે. મોરબી રોડ, સેટેલાઇટ ચોક, રામપાર્ક શેરી નં ર, રાધે એપાર્ટમેન્ટ) ને પકડી લીધો હતો.
જયારે બીજા દરોડામાં એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીને બાતમી મળતા કોઠારિયા સોલવન્ટ પાસે ગુલાબનગર શેરી નં. ૧૪ માં દોરોડો પાડી રૂા.૩ઢ હજારનો ૧પ૦ લીટર દેશી દારૂ સાથે સહદેવ ભેરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૪) (રહે. ગુલાબનગર શેરી નં. ૧૪) ને પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા દેશી દારૂ કુબલીયા પરાની રાધા નામની મહિલા પાસેથી લઇ આવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ હાથ ધરી છે. આ કામગીરી પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિ જયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
(2:59 PM IST)










