તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ખોખડદળ બ્રીજ નીચે ‘હિટ એન્ડ રન'માં વાહનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
આજીડેમ પોલીસે મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. રપઃ હુડકો ચોકડી નજીક ખોખડદળ બીજ નીચે ‘‘હિટ એન્ડ રન''માં અજાણ્યા વાહનને ઠોકર મારતા અજાણ્યા યુવાનનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ ખોખડદળ પાસે ઓવર બ્રીજ નીચે આશરે ૩૦ વર્ષનો અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. જે. કે. કુરીયા સહિતના સ્ટાફે સિવિલ હોસ્પિટલે પહોંચી તપાસ કરતા અજાણ્યા યુવાનનું અકસ્માતના કારણે ઇજા થતા મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નંબર ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૭.૩૩)
(3:58 PM IST)










