તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 25th September 2025
રણજીત વિલાસ પેલેસમાં દીકરીબાઓના જીપ અને સ્કૂટર ઉપર શૌર્યપૂર્ણ તલવાર રાસ
ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ રાણી કાદમ્બરી દેવીજી અને ભગિની સેવા ફાઉન્ડેશનની ટીમને અભિનંદન પાઠવ્યા

રાજકોટઃ શ્રી ભગિની સેવા ફાઉન્ડેશન-રાજકોટ એક એવું અનોખું સંસ્થાન છે, જેમણે દીકરીઓ તથા માતાઓને કેન્દ્રમાં રાખીને સનાતન ભારતીય સંસ્કૃતિની જ્યોતને નિતાંત પ્રજ્વલિત રાખી છે. રાણી સાહેબ અ.સૌ. કાદમ્બરી દેવીજીના સક્ષમ નેતૃત્વ રુપી છત્રછાયા તળે સમયાંતરે વિવિધ પ્રકારના આયોજનો થતાં રહે છે, તે પૈકીનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ આયોજન એટલે ‘‘શારદીય નવરાત્રિ મહોત્સવ.''
ભગિની સેવા ફાઉન્ડેશન, રાજકોટના તત્ત્વાવધાનમાં રણજીત વિલાસ પેલેસના સ્પંદિત પ્રાંગણ ખાતે ‘‘નવરાત્રી રાસોત્સવ-૨૦૨૫'' માં શકિત વંદનાના સાક્ષી બનવા માટે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જનસમુહને સંબોધન કરતી વખતે અ.સૌ. રાણી સાહેબ કાદમ્બરી દેવીજી તેમજ ભગિની સેવા ફાઉન્ડેશનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાંકહ્યું હતું કે, વર્તમાન એકવીસમી સદીની આધુનિકતાના વાતાવરણમાં આપણી ભારતીય સંસ્કૃતિના જતન સાથે આધશક્તિની શુદ્ધ ઉપાસના સાથે ક્ષાત્રત્વની ઝાંખી કરાવતી દીકરીઓનો શોર્યપૂર્ણ તલવાર રાસ નિહાળ્યાં પછી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે આપણો જીવંત સંસ્કાર વારસો આપણી ભાવિ પેઢીનાં દિશાદર્શન માટે ક્યાંય ઊણો ઊતર્યો નથી.
‘‘શારદીય નવરાત્રિ મહોત્સવ''ના બીજા દિવસે ગોંડલ કુમાર સાહેબ જ્યોતિર્મય સિંહજી, દરબાર સાહેબ ઢાંક રાજસિંહજી, ઠાકોર સાહેબ વિરપુર દેવેન્દ્રસિંહજી, કુમાર સાહેબ શ્રી અંબિકા પ્રતાપ સિંહજી જાડેજા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ગોવિંદભાઈ પટેલ ભરતભાઈ બોઘરા, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ દોશી, નિરૂભા વાઘેલા, હરિશ્વંદ્ર સિંહજી જાડેજા, કરણભાઇ શાહ-સાંજ સમાચાર, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી, શ્રી તૃપ્તિબા રાઓલ, મહિમાજી ચંપાવત, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી જાડેજા, મનિષભાઇ રાડિયા, કિશોરભાઇ રાઠોડ, સુરેન્દ્રસિંહ વાળા, કિર્તીબા રાણા, ગાયત્રીબા વાઘેલા, દુર્ગાબા જાડેજા, મીનાબા જાડેજા, ડીસીપી સવ જગદીશ બાંગરવા, હેતલબેન પટેલ, એસ.પી. વિજયસિંહ ગુર્જર, ગોકુલ હોસ્પીટલના સર્વશ્રી ડો. પ્રકાશ મોઢા, વૈભવભાઇ, આર્કિટેક્ટ સુરેશભાઈ સંઘવી, રાજાભાઇ વાવડી, જીગરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહજી- કોઠારીયા (ટીકુભાઇ) સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેની તસ્વીરી ઝલક
(2:44 PM IST)










