તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
ફટાકડા વેંચવાના લાયસન્સની અરજી તા. ૮/૧૦ સુધી જે તે પોલીસ સ્ટેશનમાં કરી શકાશે

રાજકોટ તા. ૨૪: આગામી દિવાળીના તહેવાર અંતર્ગત ફટાકડા વેંચવા માટેના પોલીસ કમિશનર કચેરી તરફથી અપાતા હંગામી લાયન્સ બાબતે શહેર પોલીસ દ્વારા જણાવાયું છે કે ફટાકડા લાયસન્સની અરજી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે કરવાની રહેશે. અરજીનું ફોર્મેટ તથા અરજી સાથે કયા ડોક્યુમેન્ટ રાખવા? તેની માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતેથી મળશે. પોલીસ સ્ટેશનોમાં તા. ૮/૧૦ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ કોઇપણ અરજી સ્વીકારાશે નહિ તેમ જણાવાયું છે.
(4:07 PM IST)










