તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
અમિત ખુંટ આપઘાત કેસમાં નવો વળાંકઃ આરોપી અતાઉલ્લે નિવેદન બદલ્યુઃ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ
કોર્ટમાં નિવેદન બદલી સનસનીખેજ આક્ષેપો મુકયાઃ અગાઉનું નિવેદન દબાણથી આપ્યું

રાજકોટ તા. ર૪ :.. અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ વિરૂધ્ધ આપેલ નિવેદન પોલીસની બળજબરીના કારણે આપ્યાનું જણાવી આરોપી અતાઉલ્લે પોતાના અગાઉના નિવેદનને ફેરવી તોળતા આ કેસમાં નવા વળાંકો સર્જાયા છે.
આરોપી અતાઉલે કોર્ટ સમક્ષ પોતાની ઉપર પોલીસ દબાણ કરીને અગાઉનું નિવેદન કરાયાનું કોર્ટમાં બીજુ નિવેદન આપીને જાહેર કરતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે પોતાની ઉપર ટોર્ચર કર્યાનો આક્ષેપ કરેલ છે. આરોપીએ યુટર્ન લેતા હવે આગાળ શું થાય છે. તેના ઉપર મીટ મંડાઇ છે. પોલીસ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરતાં પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. ગોંડલ પોલીસની ભૂમિકા પ્રથમથી શંકાસ્પદ હોવાની ચર્ચા હતી ત્યારે ફરી આ કેસમાં નવા વળાંકો સર્જાઇ રહ્યા છે.
(3:49 PM IST)










