તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
જીએસટીમાં રાહત આગળ વધ્યું ભારત...શહેર ભાજપ દ્વારા સ્ટીકર લગાવાયા

રાજકોટઃ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરાયેલ ઐતિહાસિક જીએસટી સુધારાઓએ દેશની કર પ્રણાલીને ન્યાયી અને લોકાભિમુખ બનાવી છે. આ સુધારાઓથી વેપારીઓ પર કરનો બોજ ઘટશે, સાથે સાથે ગ્રાહકોને ચીજવસ્તુઓ અને સેવાઓ પહેલાની સરખામણીમાં વધુ સસ્તા દરે ઉપલબ્ધ થશે. આ ઐતિહાસિક પળને લોકો સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નિર્દેશાનુસાર તા. ૨૨ થી ૨૯ સપ્ટેમ્બર (૭ દિવસ) દરમિયાન ‘જીએસટી બચત મહોત્સવ' અભિયાન મનાવવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ઉત્સવ (તહેવાર) જેવું વાતાવરણ બનાવવાનો છે અને સમાજના દરેક વર્ગ સુધી જીએસટીના ફાયદા પહોંચાડવાનો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર હોદ્દેદારોએ શહેરના અલગ અલગ વિસ્તારના રોડ, રસ્તાઓ ઉપર આવેલ દુકાનોમાં ફરી લોક જાગૃત્તિ ફેલાવવા માટે ભાજપ પાર્ટી દ્વારા દુકાનોમાં ‘‘દવાઓ સસ્તી, વીમો થયો સરળ, દિવાળી પહેલાં જીએસટી બન્યું વરદાન'' ‘‘જીએસટીમાં રાહત આગળ વધ્યું ભારત'' જેવા વિવિધ સ્ટીકર્સ લગાવી પ્રજાનું ધ્યાન ખેંચે તેવી રીતે ચોંટાડવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટના કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિત સેવા પખવાડાના સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજકો હરેશભાઈ કાનાણી, ડો.વિજયભાઈ ટોળીયા, હાર્દિકભાઈ બોરડ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, મંત્રી ભગવતીબેન ધરોડીયા, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, અનુસુચિત જનજાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ દુબલ, લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઇ દલવાણી સહિત રાજકોટ શહેર હોદ્દેદારો, સેલના સંયોજક, સહસંયોજકો તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
(3:00 PM IST)










