<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

મહેસાણા પોલીસ હેડક્‍વાર્ટરની ગાડી ગોંડલ રોડ બ્રીજ નીચે દિવાલમાં અથડાઇઃ ૪ને ઇજા

હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલ, ડ્રાઇવર અને ગુજસીટોકના આરોપીને ઇજાઃ વંથલી કોર્ટમાં મુદ્દતે જતી વખતે બનાવ બન્‍યોઃ બનાવ સ્‍થળે લોકોના ટોળા

રાજકોટ તા. ૭: શહેરના ગોંડલ રોડ પર ચોકડી પાસે ઓવરબ્રીજ નીચે મહેસાણા પોલીસ હેડક્‍વાર્ટરની જીપ દિવાલમાં ઘુસી જતાં હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલ, કોન્‍ટ્રાક્‍ટ બેઝના ડ્રાઇવર અને આરોપીને ઇજા થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ગુજસીટોકના આરોપીને મહેસાણાથી વંથલી કોર્ટમાં મુદ્દતે લઇ જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ ઓવરબ્રીજ નીચે મહોસણા પોલીસની ગાડી દિવાલમાં અથડાતાં હેડકોન્‍સ. ભરતસિંહ ચંદુજી ચાવડા (ઉ.વ.૫૭), કોન્‍સ. મહેશભાઇ રવજીભાઇ ચોૈધરી (ઉ.વ.૪૨), કોન્‍ટ્રાક્‍ટ બેઝના ડ્રાઇવર અનુપકુમાર લવજીભાઇ (ઉ.વ.૪૦) અને આરોપી વિપુલભાઇ સુરાભાઇ (રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ)ને  ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.

વિપુલ નામના શખ્‍સ કે જે ગુજસીટોકનો આરોપી હોઇ તેને વંથલી કોર્ટમાં રજૂ કરવાનો હોઇ મહેસાણાથી તેને લઇને જતી વખતે આ બનાવ બન્‍યો હતો. પોલીસ કર્મચારીના કહેવા મુજબ આગળ જતી આઇ-૨૦ કારને સાઇડ કાપવા જતી વખતે પોલીસની ગાડીમાં કંઇક અવાજ આવવાનું ચાલુ થઇ જતાં ડ્રાઇવર જોવા જતાં કાબુ ગુમાવતાં ગાડી દિવાલમાં અથડાઇ હતી. 

(3:33 PM IST)